Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર-ઍક્સિડન્ટમાંથી અર્જુન બિજલાનીનો થયો આબાદ બચાવ

કાર-ઍક્સિડન્ટમાંથી અર્જુન બિજલાનીનો થયો આબાદ બચાવ

Published : 22 August, 2026 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીવી અભિનેતા અર્જુન બિજલાની ‘ચુંબક કૉલોની’ના પ્રમોશન બાદ શૂટિંગથી પરત ફરતો હતો ત્યારે તેની કારને અકસ્માત થયો હતો. જોકે અર્જુન સહિત કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.

અર્જુન બિજલાની

અર્જુન બિજલાની


ટીવી-ઍક્ટર અર્જુન બિજલાની નેટફ્લિક્સ પ્રોજેક્ટ ‘ચુંબક કૉલોની’ના પ્રમોશનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત થયો હોવાના રિપોર્ટ હતા. અર્જુનની  ટીમે ગઈ કાલે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
અર્જુન બિજલાનીની ટીમે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અર્જુન પોતાના પ્રોજેક્ટના પ્રમોશનના સિલસિલામાં ‘ઇન્ડિયન ગેમ શો’માં સામેલ થવા ગયો હતો. શૂટિંગથી પરત ફરતી વખતે તેની કારનો અકસ્માત થયો હતો. સારી વાત એ છે કે અર્જુન અને કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી અને અભિનેતા સ્વસ્થ છે. આ ઘટનાને કારણે થોડી ચિંતા થઈ હતી, પણ સારી વાત એ છે કે એમાં સામેલ તમામ લોકો સુરક્ષિત છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK