અમદાવાદ પ્લેન એક્સિડન્ટના ઇન્વેસ્ટિગેશન રિપૉર્ટ પર ઍર ઇન્ડિયાના સીઈઓનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે એએઆઈબીના શરૂઆતના રિપૉર્ટમાં કોઈ યાંત્રિક કે મેઇન્ટેનન્સ સંબંધી સમસ્યા મળી નથી.
ઍર ઈન્ડિયા (ફાઈલ તસવીર)
અમદાવાદ પ્લેન એક્સિડન્ટના ઇન્વેસ્ટિગેશન રિપૉર્ટ પર ઍર ઇન્ડિયાના સીઈઓનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે એએઆઈબીના શરૂઆતના રિપૉર્ટમાં કોઈ યાંત્રિક કે મેઇન્ટેનન્સ સંબંધી સમસ્યા મળી નથી.
અમદાવાદ પ્લેન અકસ્માતના ઇન્વેસ્ટિગેશન રિપૉર્ટ પર ઍર ઈન્ડિયાના સીઈઓએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એએઆઈબીના શરૂઆતના રિપૉર્ટમાં કોઈપણ મેકેનિકલ કે મેઇન્ટેનન્સ સંબંધિત સમસ્યાઓ મળી નથી. ઍર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિદેશક કૅમ્પબેલ વિલ્સને સોમવારે ઍર ઇન્ડિયાના કર્મચારીઓને સંદેશ આપ્યો. આમાં તેમણે કહ્યું કે ઇંધણની ક્વૉલિટીમાં કોઈ સમસ્યા નહોતી. `ટેક-ઑફ રોલ`માં પણ કોઈ અસામાન્યતા નહોતી. પાઇલટે ફ્લાઇટ ટેક ઑફ પહેલા બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પાસ કરી લીધી હતી. તેમના સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિમાં પણ કંઈ અસામાન્ય જોવા મળ્યું નહોતું. `ટેક ઑફ રોલ` એ ચરણ હોય છે જ્યારે એક વિમાન રનવે પર દોડે છે જેથી તે ટેક ઑફ કરવા માટે પર્યાપ્ત ગતિ મેળવી શકે.
ADVERTISEMENT
કોઈ નિષ્કર્ષ ન તારવવું
એએઆઈબીએ ઍર ઇન્ડિયાના બોઈંગ 787-8 વિમાનના દુર્ઘટનાગ્રસ્ત હોવા પર શનિવારે પોતાનો પ્રાથમિક રિપૉર્ટ જાહેર કર્યો. આ અકસ્માતમાં 12 જૂનના 260 લોકો માર્યા ગયા હતા. અમદાવાદથી લંડનના ગેટવિક જનારી ફ્લાઈટ નંબર એઆઈ-171 વિમાન ટેકઑફ કરવાની તરત બાદ એક ઇમારત સાથે અથડાયું. વિલ્સને એ વાત પર જોર આપ્યું કે પ્રારંભિક રિપૉર્ટમાં ન તો કોઈ કારણ આપવામાં આવ્યું છે કે ન તો કોઈ ભલામણ કરવામાં આવી છે. તેમણે બધાને આગ્રહ કર્યો છે કે તે સમય પહેલા કોઈપણ નિષ્કર્ષ પર ન આવે કારણકે તપાસ હજી પૂરી થઈ નથી.
તપાસમાં કરતાં રહીશું સહયોગ
વિલ્સને કહ્યું કે અમે ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસસ સાથે સહયોગ કરતા રહીશું જેથી એ નક્કી થઈ શકે કે તેમની પાસે ઊંડી અને વ્યાપક તપાસ કરવા માટે જરૂરી માહિતી મળી જાય. દુર્ઘટનાના થોડાક દિવસમાં જ વધારે સાવચેતી રાખવામાં આવી. ડીજીસીએના નિરીક્ષણમાં ટીમમાં સામેલ દરેક બોઈંગ 787 વિમાનની તપાસ કરવામાં આવી. આ બધાને સેવા માટે ઉપયોગી જાહેર કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે અમે બધા વિમાનની જરૂરી તપાસ જાળવી રાખીશું અને ભવિષ્યમાં પણ જે પણ તપાસની ભલામણ અધિકારીઓ કરશે, તે પણ કરવામાં આવશે.
AAIB રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઍર ઇન્ડિયાના પાઇલટ્સે છેલ્લી ક્ષણ સુધી બંને એન્જિન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક એન્જિન (એન્જિન-1) માં રિકવરી શરૂ થઈ ગઈ હતી. પરંતુ એન્જિન 2 સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું.
ઍર ઇન્ડિયાના વિમાનના બંને એન્જિનને ઇંધણ પૂરું પાડતા સ્વીચો ઉડાન ભર્યા પછી તરત જ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે એન્જિન કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી તરત જ, બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીત કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ કરવામાં આવી હતી.
ઍર ઇન્ડિયાના વિમાને ભારતીય સમય મુજબ બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી અને માત્ર 26 સેકન્ડ પછી 08:09:05 વાગ્યે, પાયલોટે `MAYDAY... MAYDAY... MAYDAY...` નો કટોકટી સંદેશ આપ્યો હતો. આ પછી તરત જ, વિમાન ઍરપોર્ટની સીમાની બહાર એક મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું. વિમાનના એન્જિન N1 અને N2 માં ગતિ ધીમે ધીમે ઓછી થતી ગઈ કારણ કે ઇંધણ પુરવઠો અચાનક બંધ થઈ ગયો હતો. જો કે, તપાસમાં ઇંધણ ટાંકી અને બોઝરમાંથી લેવામાં આવેલા નમૂનાઓ સંતોષકારક જણાયા હતા.
તમને જણાવી દઈએ કે વિમાન દુર્ઘટના દરમિયાન વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો. વિમાનનો કાટમાળ એક હોસ્ટેલ અને નજીકની ઇમારતો પર પડ્યો હતો, જેમાં 19 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

