રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચૅરપર્સન મુકેશ અંબાણીનો નાનો દીકરો 140 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યો છે. તે જામનગરથી દ્વારકા જઈ રહ્યો છે. આજે એટલે કે 1 એપ્રિલના રોજ તેની પદયાત્રાનો પાંચમો દિવસ છે.
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચૅરપર્સન મુકેશ અંબાણીનો નાનો દીકરો 140 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યો છે. તે જામનગરથી દ્વારકા જઈ રહ્યો છે. આજે એટલે કે 1 એપ્રિલના રોજ તેની પદયાત્રાનો પાંચમો દિવસ છે. તે 50 કિલોમીટરનો પ્રવાસ ખેડીને સોનારડી ગામના પાટિયા સુધી પહોંચી ગયો છે.
રસ્તામાં કતલખાને લઈ જવામાં આવતાં 250 મરઘાંઓને અનંત અંબાણીએ બચાવી લીધા છે. તેણે બમણી કિંમત આપીને બધા મરધાં ખરીદ્યા અને આઝાદ કરી દીધા છે. તે એક મરઘાંને લઈને ચાલતો પણ જોવા મળે છે. 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ છે. અનંત પોતાનો 30મો જન્મદિવસ દ્વારકામાં જ ઉજવશે. અનંતે પોતાની યાત્રા 28 માર્ચના જામનગરના મોતી ખાવડીથી શરૂ કરી હતી. લોકોને ટ્રાફિક અને સિક્યોરિટીને કારણે મશ્કેલીનો સામનો કરવો પડે એટલે અનંત અંબાણી રાતે યાત્રા કરે છે.
ADVERTISEMENT
સંસ્કૃત પાઠશાળાના ગુરુઓએ અનંત અંબાણીનું કર્યું સ્વાગત
અનંત પોતાની પગપાળા યાત્રાના પાંચમા દિવસે વડત્રા ગામના પાટિયા નજીક વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા પહોંચ્યો. અનંત અંબાણીએ સંસ્કૃત પાઠશાળાના સંસ્થાપક મગનભાઈ રાજ્યગુરુને પગે લાગીને આશીર્વાદ પણ લીધા.
તો, ખંભાળીયાના ફુલલીયા હનુમાન મંદિરના ભરતદાસ બાપુએ અનંતનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું. અનંત તેમને પગે લાગ્યો. ભરતદાસ બાપુએ અનંતને ભગવાન દ્વારકાધીશનો ફોટો પણ ભેટમાં આપ્યો.
મરઘીઓની ગાડી રોકાવી અને આઝાદ કરી મરઘીઓ
અનંતની પદયાત્રા દરમિયાન મરઘીઓથી ભરેલી ગાડી નીકળી રહી હતી. આમાં 250 મરઘીઓ હતી, જેને કતલખાને લઈ જવામાં આવી રહી હતી. અનંતે પોતાના કર્મચારીઓને ગાડી રોકાવવા કહ્યું. અનંતે ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરી. અનંતે તેને મરઘીઓની બમણી કિંમત આપી અને મરઘીઓને આઝાદ કરી દીધી.
View this post on Instagram
ત્યાર બાદ અનંત મરઘીને હાથમાં લઈને ચાલતો પણ જોવા મળ્યો. તેણે જય દ્વારકાધીશના સૂત્રોચ્ચાર પણ કર્યા.
ભગવાન દ્વારકાધીશ પર કરો વિશ્વાસ- અનંત અંબાણી
મીડિયા સાથે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે હું હંમેશાં કોઈપણ કામ શરૂ કરતાં પહેલા ભગવાન દ્વારકાધીશને યાદ કરું છું. આ પદયાત્રા જામનગરના અમારા ઘરથી દ્વારકા સુધીની છે. આ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે અને અમે આવતા બે-ચાર દિવસમાં દ્વારકા પહોંચી જશું.
`મારી પદયાત્રા ચાલુ છે. ભગવાન દ્વારકાધીશ અમને આશીર્વાદ આપે. હું યુવાનોને કહેવા માગીશ કે ભગવાન દ્વારકાધીશ પર વિશ્વાસ રાખે અને કોઈપણ કામ કરતાં પહેલા ભગવાન દ્વારકાધીશને યાદ કરે. તે કામ કોઈપણ બાધા કે નડતર વિના ચોક્કસ પૂરું થશે. જ્યારે ભગવાન હાજર છે, તો ચિંતાની કોઈ વાત નથી.`
અનંત અંબાણીના મિત્રો પણ તેમની સાથે જામનગરથી દ્વારકા જવા માટેની આ પદયાત્રામાં સામેલ થયા છે. અનંત અંબાણીને જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થતી જોવા મળે છે. આ દરમિયાન લોકોને અનંત અંબાણી સાથે સેલ્ફી લેતા પણ જોઈ શકાય છે.
વન્યજીવોના સંરક્ષણ માટે વનતારા ચલાવે છે અનંત અંબાણી
અનંત અંબાણીએ ગયા વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. હાલ તે પોતાના વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર વનતારા માટે ચર્ચામાં છવાયેલા છે. કેન્દ્ર સરકારે 27 ફેબ્રુઆરીના વનતારાને પશુ કલ્યાણમાં દેશના સર્વોચ્ચ સન્માન પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યું હતું.
વનતારા અનંત અંબાણીનો ડ્રીમ પ્રૉજેક્ટ છે. આ વન્યજીવ બચાવ, પુનર્વાસ અને સંરક્ષણ કેન્દ્ર છે. અહીં 2000તી પણ વધારે પ્રજાતિઓ અને દોઢ લાખથી વધારે બચાવવામાં આવેલા લુપ્તપ્રાય અને સંકટગ્રસ્ત પ્રાણીઓનું ઘર છે.

