ઉત્તરાખંડમાં ૧૭ સ્થળોનાં બદલાયાં નામ
પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડના ચાર જિલ્લામાં ૧૭ સ્થળોનાં નામ બદલી નાખવામાં આવ્યાં છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં આવેલી અલગ-અલગ જગ્યાઓનાં નામ બદલવાની જાહેરાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે ‘નામકરણ જનભાવના અને ભારતીય સંસ્કૃતિ અને વિરાસત અનુરૂપ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકો ભારતીય સંસ્કૃતિ અને એના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષોથી પ્રેરણા લઈ શકે.’
ઔરંગઝેબપુર, ચાંદપુર, ખાનપુર, મિયાંવાલા, પીરવાલા, અબદુલ્લાપુર જેવાં ગામોનાં નામ બદલીને હવે અનુક્રમે શિવાજીનગર, જ્યોતિબા ફુલે નગર, શ્રીકૃષ્ણપુર, રામજીવાલા, કેસરીનગર, દક્ષનગર કરવામાં આવ્યાં છે.

