Award to Vantara: અનંત અંબાણીની વનતારા સંસ્થા ભારત સરકાર દ્વારા `કોર્પોરેટ` શ્રેણી હેઠળ પશુ કલ્યાણના કામો માટે જાણીતી છે, તેને `પ્રાણી મિત્ર` એવૉર્ડ મળ્યો છે.
અનંત અંબાણી
Award to Vantara: અનંત અંબાણીની વનતારા સંસ્થા ભારત સરકાર દ્વારા `કોર્પોરેટ` શ્રેણી હેઠળ પશુ કલ્યાણના કામો માટે જાણીતી છે. હવે તેના આ ક્ષેત્રના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેને ભારતના સર્વોચ્ચ સન્માન કહી શકાય એવો નેશનલ લેવલનો `પ્રાણી મિત્ર` એવોર્ડ મળ્યો છે. આ પુરસ્કાર રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ (RKTEWT)એ આપેલા અમૂલ્ય યોગદાનને આભારી છે. જે વનતારા હેઠળ કામ કરતી સંસ્થા છે. જે મુખ્યત્વે હાથીઓના બચાવ, સારવાર અને આજીવન સંભાળ માટે કામ કરે છે.
જેના કેન્દ્રમાં છે વનતરાનું અત્યાધુનિક એલિફન્ટ કૅર સેન્ટર. જે 240થી વધુ રેસ્ક્યૂ કરવામાં આવેલા હાથીઓને બંધનમુક્ત, સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડે છે. આ હાથીઓમાં સર્કસના 30 હાથીઓ, લાકડા કાપવાના ઉદ્યોગમાંથી છોડાવીને લવાયેલા 100થી વધુ હાથીઓ અને સવારી અને શેરીઓમાં ભીખ માંગવા જેવી શોષણકારી પ્રથાઓમાંથી બચવાયેલા હાથીઓનો સમાવેશ થાય છે. આ એવા હાથીઓ છે જેમણે લોકોની ઉપેક્ષા અને દુર્વ્યવહાર સહન કર્યો છે, પરંતુ વનતરામાં આવ્યા બાદ તેઓને અહીં વિશ્વ કક્ષાની પશુચિકિત્સા સારવાર અને કૅર મળી રહી છે. તેઓને શારીરિક અને મનોવૈજ્ઞાનિક સુખ મળે એ હેતુસર આ કેન્દ્રમાં 998 એકરના જંગલમાં મુક્તપણે ફરવા દેવામાં આવે છે. જય તેઓને કુદરતી વાતાવરણ મળે છે. જ્યાં તેઓ ઘાસ આરોગી શકે છે, કાદવ અને ધૂળથી પોતાની રીતે ન્હાઈ શકે છે. વળી, કુદરતી તળાવમાં પણ મજા કરી શકે છે.
ADVERTISEMENT
ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી દ્વારા આજે નવી દિલ્હીના વિજ્ઞાનભવનમાં એક સમારોહમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વનતરા (Award to Vantara)ના સી. ઈ. ઓ. વિવાન કરાણીએ આ સન્માનને સ્વીકારતા જણાવ્યું કે, "આ પુરસ્કાર એ અગણિત વ્યક્તિઓને અર્પણ છે જેમણે ભારતીય પ્રાણીઓની સુરક્ષા અને સંભાળ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. વનતારામાં પ્રાણીઓની સેવા કરવી એ ફરજ નહીં પણ તે અમારો ધર્મ અને સેવા છે. જેના મૂળમાં છે કરુણા અને જવાબદારી. અમે સતત આવા કલ્યાણકારી ધોરણોને આગળ વધારવા, અસરકારક પહેલ કરવા અને આવનારી પેઢીઓ માટે ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાનું રક્ષણ કરવાના અમારા મિશનમાં અવિરત આગળ વધી રહ્યા છીએ."
કોર્પોરેટ શ્રેણીમાં `પ્રાણી મિત્ર` પુરસ્કાર (Award to Vantara) કોર્પોરેશનો, PSU, સરકારી અને સહકારી સંસ્થાઓને છેલ્લા પાંચ વર્ષમાં પશુ કલ્યાણમાં તેમના સતત યોગદાન માટે આપવામાં આવે છે. જેમાં પશુ કલ્યાણ પહેલ માટે સમર્પિત કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ભંડોળનો પણ સમાવેશ થાય છે.
વનતારા (Award to Vantara) ખાતે આવેલ ઍલિફન્ટ કૅર સેન્ટર તો વિશ્વની સૌથી મોટી હાથીઓની હોસ્પિટલનું ઘર છે. જ્યાં હાથીઓને અદ્યતન પશુચિકિત્સા સંભાળ આપવામાં આવે છે. જેમાં વૈકલ્પિક દવા સાથે એલોપેથીનો પણ સમાવેશ થાય છે. જેમાં ક્રોનિક રોગના મેનેજમેન્ટ માટે આયુર્વેદ અને પીડા રાહત માટે એક્યુપંક્ચરની સુદ્ધાં મદદ લેવાય છે. અહીં અત્યાધુનિક તબીબી સુવિધાઓમાં સંધિવાની સારવાર માટે ઉચ્ચ દબાણવાળા પાણીના જહાજો સાથેનું જળચિકિત્સા તળાવ, ઘાના ઉપચાર માટે હાયપરબેરિક ઓક્સિજન ચેમ્બર અને પેડિક્યોર નિષ્ણાતો સાથે હાથીઓના પગની સંભાળ માટેની પણ સુવિધાઓ છે.
અહીં (Award to Vantara) હાઇડ્રોલિકલી સંચાલિત સર્જિકલ પ્લેટફોર્મ અને વિશિષ્ટ લિફ્ટિંગ સાધનો આવેલા છે જે તણાવ મુક્ત તબીબી પ્રક્રિયાઓ આપે છે. સૌથી લાંબા કસ્ટમાઇઝ્ડ એન્ડોસ્કોપ થકી અદ્યતન આંતરિક નિદાન કરાય છે. આ સેન્ટરમાં બળદોના msth (મસ્ટ)ના સમયગાળા દરમિયાન તેમની સલામતી માટે વિશ્વનું સૌથી મોટુ બંધનમુક્ત મસ્ટ એન્ક્લોઝર્સમાંથી એક આવેલું છે. વધુમાં, આ હોસ્પિટલ એક સાથે ત્રણ માંદા હાથીની સારવાર થઈ શકે એ રીતે તૈયાર કરવામાં આવી છે. જે કાર્યક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ આપે છે. વનતારા ઍલિફન્ટ એમ્બ્યુલન્સનો સૌથી મોટો કાફલો પણ છે. 75 કસ્ટમ-એન્જિનિયર્ડ વાહનો કે જેમાં હાઇડ્રોલિક લિફ્ટ્સ, રબર મેટ ફ્લોરિંગ, વોટર ટ્રફ, શાવર અને કેરટેકર કેબિન આવેલા છે, જે રેસ્ક્યૂ કરાયેલા હાથીઓ માટે સુરક્ષિત અને તણાવ મુક્ત મુસાફરી પ્રદાન કરે છે. આવા પ્રયાસો થકી વનતારા દિવસે ને દિવસે ઍલિફન્ટ મેનેજમેન્ટ, પશુચિકિત્સા અને આજીવન સંભાળમાં નૈતિકતા સાથે શ્રેષ્ઠ કક્ષાના નવા માપદંડો સ્થાપિત કરી રહી છે.

