Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર ગુજરાતના ડીસામાં બનશે એશિયાનો પહેલો ડેઝર્ટ થીમ આધારિત ઝુઓલૉજિકલ પાર્ક અને ડ્રાઇવ-થ્રૂ નાઇટ સફારી

ઉત્તર ગુજરાતના ડીસામાં બનશે એશિયાનો પહેલો ડેઝર્ટ થીમ આધારિત ઝુઓલૉજિકલ પાર્ક અને ડ્રાઇવ-થ્રૂ નાઇટ સફારી

Published : 13 August, 2026 08:29 AM | IST | Banaskantha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીએ આપી મંજૂરી : ૮૩ પ્રજાતિઓનાં ૨૭૦૦ જેટલાં દેશી અને વિદેશી પશુ-પક્ષીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર

ડીસામાં એશિયાનો પહેલો ડેઝર્ટ થીમ ઝુ અને નાઇટ સફારી બનશે

ડીસામાં એશિયાનો પહેલો ડેઝર્ટ થીમ ઝુ અને નાઇટ સફારી બનશે


ઉત્તર ગુજરાતના ડીસામાં ગુજરાતના વન વિભાગ દ્વારા એશિયાનો પહેલો ડેઝર્ટ થીમ આધારિત ઝુઓલૉજિકલ પાર્ક અને ડ્રાઇવ-થ્રૂ નાઇટ સફારી બનશે. આ પાર્કને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી દ્વારા મંજૂરી મળી છે. આ પાર્કમાં ભારતીય, આફ્રિકન અને ઑસ્ટ્રેલિયાનાં ૮૩ પ્રજાતિઓનાં ૨૭૦૦ જેટલાં દેશી અને વિદેશી પશુ-પક્ષીઓ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 
ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ પ્રોજેક્ટ બની રહ્યો છે. ૫૪૨.૧૪ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે જૂના ડીસા ખાતે આશરે ૧૦૩ હેક્ટર વિસ્તારમાં સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે.’ 
ડીસા ખાતે બની રહેલું ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ હશે જે વિશ્વનું આ પ્રકારનું ત્રીજું ડેઝર્ટ થીમ ઝૂ હશે અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનશે. આ પ્રોજેક્ટ સહેલાણીઓને વન્યજીવોના અનુભવોની સાથે સંરક્ષણ, પ્રજનન, વન્યજીવન રેસ્ક્યુ, પુનર્વસન, પર્યાવરણીય શિક્ષણ અને કુદરતના વૈજ્ઞાનિક અર્થઘટન માટેના કેન્દ્ર તરીકે પણ કામ કરશે.  

સૂર્યાસ્ત બાદ જોઈ શકાશે નિશાચર પ્રાણીઓ  



આ પાર્કમાં નાઇટ સફારી સહેલાણીઓને આકર્ષણ પૂરું પાડશે. સૂર્યાસ્ત બાદ ખાસ ડિઝાઇન કરાયેલા અેન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોઈ શકાશે. આ રીતના પાંચ એન્ક્લોઝર હશે. આ પ્રોજેક્ટમાં એક અલગ ડે ઝૂ હશે. અલગ-અલગ પ્રજાતિનાં પ્રાણીઓ માટે અલગ-અલગ એન્ક્લોઝર, પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શૉપ, ગૉલ્ફ કાર્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 08:29 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK