ભારતમાં નીલકંઠવર્ણીની ઊંચામાં ઊંચી મૂર્તિ પર ૫૫૫ તીર્થોનાં જળથી વિધિ થઈ
મહંતસ્વામી મહારાજે મૂર્તિ પર જળાભિષેક કર્યો હતો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા અક્ષરધામમાં ગઈ કાલે મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામીનારાયણના તપોમય કિશોર સ્વરૂપ નીલકંઠવર્ણી મહારાજની ૪૯ ફુટ ઊંચી મૂર્તિની વેદોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠા કરી હતી. ચારધામ, એકાવન શક્તિપીઠ, આઠ વિનાયક તીર્થ, બાર મહાસંગમ સહિત ૫૫૫ તીર્થોના પવિત્ર જળ દ્વારા મહંતસ્વામી મહારાજે વિધિ કરીને મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વમાં શાંતિ પ્રવર્તે એવી ભાવના સાથે સ્વામીનારાયણ મહામંત્રના જાપ સાથે આરતી ઉતારવામાં આવી હતી. ડ્રોન દ્વારા નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મહંતસ્વામી મહારાજે પૂજાવિધિ કરી હતી.
ADVERTISEMENT
ભારતમાં નીલકંઠવર્ણીની સૌથી ઊંચામાં ઊંચી એવી આ તપોમૂર્તિ છે. નેપાલના મુક્તિનાથમાં સ્વામીનારાયણ ભગવાને તપોમુદ્રામાં બે મહિના અને ૨૦ દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું એ તપોમુદ્રામાં નીલકંઠવર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે. - અક્ષરવત્સલદાસ સ્વામી