દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ છે
ડૉ. બાબાસાહેબ આંબેડકર
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ છે અને એ દિવસની ઉજવણી મહાપરિનિર્વાણ દિન તરીકે થાય છે. એ દિવસે તેમના આદર્શો, સિદ્ધાંતો અને તેમણે દલિત અને પછાત સમાજ માટે કરેલાં સામાજિક કાર્યોને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. દાદરમાં ચૈત્યભૂમિ પર તેમના સ્મારક પર દેશના ખૂણે-ખૂણેથી તેમના અનુયાયીઓ આવી તેમને શ્રદ્ધાંજલિ આપે છે. રાજ્ય સરકારે એ નિમિત્તે ૬ ડિસેમ્બરે સરકારી અને અર્ધસરકારી ઑફિસોમાં રજા જાહેર કરી છે.


