અજિત પવારના દીકરા જયનાં લગ્નનો ચાર દિવસનો જલસો બાહરિનમાં
અજિત પવાર અને દીકરો જય
મહારાષ્ટ્રના રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવાર અને તેમના પરિવારના અન્ય સભ્યોનો રાજ્યના રાજકારણ પર વર્ષોથી પ્રભાવ રહ્યો છે. હાલમાં જ યુગેન્દ્ર પવારનાં લગ્નની શરણાઈઓ વાગી હતી અને સુપ્રિયા સુળે પણ એમાં હરખભેર નાચ્યાં હતાં. હવે આજથી અજિત પવારના દીકરા જયનાં લગ્નની શરણાઈઓ વાગી છે, પણ એ લગ્ન મુંબઈ કે મહારાષ્ટ્રમાં કે પછી ભારતમાં નહીં પણ બાહરિનમાં યોજાઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણા સમયથી લોકોને ભારતમાં જ લગ્ન કરવાની હાકલ કરે છે, પણ મહારાષ્ટ્ર સરકારમાં તેમના જ સાથીપક્ષે આ વાતની અવગણના કરી છે. આ જલસામાં બન્ને પક્ષો તરફથી માત્ર ૪૦૦ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. એમાં પણ NCPના તો માત્ર પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે મેંદી છે અને એ પછી હલ્દી અને જાન જશે. શુક્રવારે લગ્ન, શનિવારે સંગીત સેરેમની અને રવિવારે રિસેપ્શન રાખવામાં આવ્યું છે.


