Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની ગિફ્ટ સિટીમાં રેકોર્ડ બ્રેકિંગ દારૂના વેચાણ અને સેવનથી થઈ મબલખ કમાણી

ગુજરાતની ગિફ્ટ સિટીમાં રેકોર્ડ બ્રેકિંગ દારૂના વેચાણ અને સેવનથી થઈ મબલખ કમાણી

Published : 08 April, 2025 02:25 PM | Modified : 09 April, 2025 07:01 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat`s Gift City Record-breaking liquor sales: રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે 31 જાન્યુઆરી, 2025 સુધી ગિફ્ટ સિટીમાં 3,324 બૉટલ અંગ્રેજી દારૂ વેચાયો હતો. ગયા મહિને પૂરા થયેલા બજેટ સત્રમાં સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવનના આંકડા જાહેર.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે


ગુજરાતમાં દારૂ પર કડક પ્રતિબંધ છે, જોકે તેમ છતાં સરકાર દ્વારા અમદાવાદની ગિફ્ટ સિટી અને સુરતના ડાયમંડ બુર્સમાં સત્તાવાર રીતે દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે. અહીં દારૂનું મોટા પ્રમાણમાં સેવન થયું હોવાનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે.


ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂનું પુષ્કળ પ્રમાણમાં સેવન થઈ રહ્યું છે. ડિસેમ્બર 2023 માં સરકારે GIFT સિટીમાં શરતો સાથે દારૂના વેચાણ અને સેવનની મંજૂરી આપ્યા બાદ, અહીંની બે હૉટેલોને `વાઇન એન્ડ ડાઇન`ની સુવિધા આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે 31 જાન્યુઆરી, 2025 સુધી ગિફ્ટ સિટીમાં 3,324 બૉટલ અંગ્રેજી દારૂ વેચાયો હતો. ગયા મહિને પૂરા થયેલા બજેટ સત્રમાં સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવનના આંકડા જાહેર કર્યા હતા. ગિફ્ટ સિટી દારૂના વેચાણથી સરકારની ૯૪.૧૯ લાખ રૂપિયાની કમાણી થઈ છે. હાલમાં, એક્સાઇઝ વિભાગ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા પછી, તેના રેન્કિંગમાં સુધારો થયો છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટ માટે વાર્ષિક ફી રૂ. ૧,૦૦૦ નક્કી કરવામાં આવી છે.



બીયરનું વેચાણ વાઇન કરતાં વધુ


રાજ્ય સરકારે ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ થી GIFT સિટીના પરિસરમાં દારૂના સેવન અને વેચાણ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ત્યારથી, GIFT સિટીમાં ૩,૩૨૪ લિટર વિદેશી દારૂ, ૪૭૦ લિટર વાઇન અને ૧૯,૯૧૫ લિટર બિયરનું વેચાણ થયું છે. ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના આ નિર્ણયનો કૉંગ્રેસ દ્વારા ત્યારે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે ગિફ્ટ સિટીમાં બે હૉટેલને દારૂ વેચવાનું લાઇસન્સ આપ્યું હતું. સરકારના આ નિર્ણય પછી ગિફ્ટ સિટી ચર્ચામાં આવ્યું. ગિફ્ટ સિટીમાં હૉટેલ કે ક્લબમાં દારૂ ખરીદવા કે પીવા માટે તમારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. તમારે ફક્ત ગિફ્ટ સિટીના મેમ્બર બનવાની જરૂર છે. બધા રહેવાસીઓને એક પરમિટ મળે છે જે વર્ષમાં એકવાર રિન્યુ કરાવવી આવશ્યક છે.

ફક્ત પરમિટ ધરાવતા લોકો દારૂ પી શકે છે


૧૯૬૯માં ગુજરાતની રચના થઈ ત્યારથી જ તે દારૂમુક્ત રાજ્ય રહ્યું છે, જ્યાં દારૂના વેચાણ અને સેવન બન્ને પર પ્રતિબંધ છે, જોકે રાજ્યની મુલાકાત લેતા લોકોને તેમની મુસાફરી ટિકિટના બદલામાં દારૂ પરમિટ આપવામાં આવે છે. ગિફ્ટ સિટીમાં શરતો સાથે પરમિટના આધારે દારૂ પીવાની મંજૂરી છે. ગિફ્ટ સિટી એ ગુજરાતનું પહેલું સ્થળ છે જ્યાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી હતી, બાકીના રાજ્યમાં ફક્ત પ્રવાસીઓને જ મર્યાદામાં દારૂ પીવાની મંજૂરી છે. આ ઉપરાંત, ડૉક્ટરની ભલામણ પર તપાસ કર્યા પછી આરોગ્ય પરમિટ પણ આપવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2025 07:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK