Ismail Darbar Surat House Burgled: સૌપ્રથમ બૉલિવૂડ ઍક્ટર સૈફ અલી ખાનના ઘરમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો આ સાથે તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના રાષ્ટ્રીય વિષય બની ગઈ હતી કારણ કે અભિનેતા પર આ ચોરે વારંવાર છરીના ઘા કર્યા હતા.
મ્યુઝિક ડિરેક્ટર ઈસ્માઈલ દરબાર
ગયા મહિનાથી દેશભરમાં પ્રખ્યાત સેલ લોકોના ઘરમાં ચોરી અને હુમલાઓ થવાની ઘટનામાં વધારો આવ્યો છે. સેલિબ્રિટીઝના ઘરોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. હાલમાં વધુ એક એવી ઘટના સામે આવી છે જેમાં પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટરના ઘરે ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ગુજરાતના સુરતમાં બની હતી.
સુરતમાં ઈસ્માઈલ દરબારના ઘરે લૂંટ થઈ
ADVERTISEMENT
સેલિબ્રિટી ઈસ્માઈલ દરબારના ઘરે પર ચોરીની ઘટના બની છે. મ્યુઝિક ડિરેક્ટર ઈસ્માઈલ દરબાર લૂંટનો ભોગ બન્યા અને આ સાથે લૂંટારોએ તેમના સુરતના ઘરમાં તોડફોડ પણ કરી હતી. આ ચોરી અને તોડફોડની ઘટના મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંગીતકાર ઈસ્માઈલ દરબારએ આ અંગે માહીતી આપી હતી કે તેમના ઘરેથી લગભગ 30 લાખ રૂપિયાની કિંમતની રોકડ અને બીજી કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે.
ઈસ્માઈલ દરબાર ફિલ્મ સ્કોર કંપોઝર, ગાયક અને મ્યુઝિક ડિરેક્ટર છે. તેમને આઇકૉનિક કલ્ટ ક્લાસિક ફૅમિલી ડ્રામા ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે શ્રેષ્ઠ સંગીત ડિરેક્ટર કરવા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૂળ સુરત, ગુજરાતના, ઈસ્માઈલ દરબારે એ.આર. રહેમાન, રાજેશ રોશન, બપ્પી લહેરી અને વધુ જેવા દિગ્ગજ સંગીત ડિરેક્ટર્સ માટે પણ કામ કર્યું છે. વધુમાં, તેમણે દિવાનગી, દેવદાસ, વિષ્ણુ, મહેબૂબા, મહાભારત, કાંચી અને વધુ જેવી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સંગીત નિર્દેશક તરીકે કામ કર્યું છે.
સંગીતકારનો વિવાદોનો તેમનો વાજબી હિસ્સો રહ્યો છે. 2008ની ફિલ્મ સ્લમડૉગ મિલિયનર માટે તેમણે એ.આર. રહેમાન પર એકેડેમી એવોર્ડ્સ ખરીદવાનો આરોપ કર્યો હતો આ માટે તેમને ઘણી ટીકાનો સામનો આક્રવો પડ્યો હતો. વધુમાં, 2015 માં, ઇસ્માઇલ દરબાર અને તેના પુત્રની કો-ડિરેક્ટર પ્રશમિત ચૌધરી પર શારીરિક હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો જણાવે છે કે ઈસ્માઇલે તેનો પગાર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને તે વ્યક્તિ પર હુમલો કરીને મામલો પતાવ્યો હતો.
બૉલિવૂડના દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમના ઘટે પણ બની હતી લૂંટની ઘટના
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમના ઘરે પણ લૂંટની ઘટના બની હતી, પરંતુ આ ચોરી તેમના કોઈ સ્ટાફે કરી હતી. આ આરોપી પ્રીતમનો ઑફિસ બૉય આશિષ સાયલ હતો જે સાત વર્ષોથી સંગીતકાર માટે કામ કરતો હતો.
સૈફ અલી ખાનના ઘરે પણ ચોરી અને હુમલાની ઘટના
સૌપ્રથમ બૉલિવૂડ ઍક્ટર સૈફ અલી ખાનના ઘરમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો આ સાથે તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના રાષ્ટ્રીય વિષય બની ગઈ હતી કારણ કે અભિનેતા પર આ ચોરે વારંવાર છરીના ઘા કર્યા હતા, જેને લીધે એક્ટરને ગંભીર ઇજાઓ થઈ હતી.

