એમ કહીને નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી: ચિપનું કમર્શિયલ પ્રોડક્શન શરૂ, વર્ષે ૨૦ કરોડ ચિપ્સ બનશે
ગઈ કાલે સાણંદમાં સેમી-કન્ડક્ટર પ્લાન્ટના મૉડલને નિહાળી રહેલા નરેન્દ્ર મોદી.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતના સાણંદમાં સી.જી. સેમી-આઉટસૉર્સ્ડ સેમી-કન્ડક્ટર ઍસેમ્બલી અૅન્ડ ટેસ્ટ (OSAT) ફૅસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના મુખ્ય નેતાઓની ઉપસ્થિતિમાં ૭૬૦૦ કરોડ રૂપિયાના અત્યાધુનિક સી.જી. સેમીકૉનના કમર્શિયલ ઉત્પાદનના પ્લાન્ટનો શુભારંભ કરાવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજનો આ કાર્યક્રમ એ વાતનું પ્રમાણ છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે અેને પૂર્ણ કરીને બતાવે છે. પાંચ વર્ષ પહેલાં ભારતે સંકલ્પ લીધો હતો કે દેશને સેમી-કન્ડક્ટરનું હબ બનાવીશું. અમે ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના મંત્રને લઈને આગળ વધ્યા અને આજે દેશના ત્રીજા સેમી-કન્ડક્ટર પ્લાન્ટમાં પણ ચિપ પૅકેજિંગનું કમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ રહ્યું છે. ભારતમાં સેમી-કન્ડક્ટર ઉદ્યોગનો વિસ્તાર અચાનક નથી થયો. અેની પાછળ એક દશકમાં ભારતમાં આવેલી ઇલેકટ્રૉનિક ક્રાન્તિનો નેક્સ્ટ સ્ટૅપ છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પૉનન્ટ્સ અને હવે સેમી-કન્ડક્ટર, આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક અગામી તબક્કો છે.’ નરેન્દ્ર મોદીએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને યુવા વ્યાવસાયિકો સાથે સંવાદ કર્યો હતો.
