વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં રાજસ્થાન રૉયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું. ડાબા હાથના ઓપનિંગ બૅટરે 16 ઇનિંગ્સમાં 237.30 ના સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવ્યા. તેના સ્કોરમાં એક સદી, પાંચ અડધી સદી અને રેકોર્ડ 72 છગ્ગાનો સમાવેશ થાય છે.
વૈભવ સૂર્યવંશી (તસવીર: X)
યુવા ભારતીય બૅટર વૈભવ સૂર્યવંશીએ શનિવારે ઇતિહાસ રચ્યો. મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લૅન્ડ સામેની બીજી T20 મૅચમાં 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ડૅબ્યૂ કરીને, તે ભારતની પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સામેલ થનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. આમ કરીને, તેણે સચિન તેન્ડુલકર અને પીયૂષ ચાવલાના રેકોર્ડને તોડી નાખ્યા. મૅચ પહેલા ટીમ હડલ દરમિયાન, વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ વૈભવને તેની પ્રથમ ટીમ ઇન્ડિયા કૅપ આપી, જ્યારે તેના સાથી ખેલાડીઓએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું. આ ભાવનાત્મક ક્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દરમિયાન વૈભવ સ્પષ્ટપણે ભાવુક દેખાતો હતો.
સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તૂટ્યો
ADVERTISEMENT
First six for Vaibhav in International T20 pic.twitter.com/XQlk6SM7Cq
— Ravi (@randomBihari) July 4, 2026
વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું. સરખામણી માટે, સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ટૅસ્ટ ક્રિકેટમાં અને 16 વર્ષ અને 238 દિવસની ઉંમરે વનડે ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું હતું, જ્યારે પિયુષ ચાવલાએ 17 વર્ષ અને 75 દિવસની ઉંમરે ટૅસ્ટ ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું હતું. ક્રિકવિઝ અનુસાર, વૈભવ હવે ભારતની મૅન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવને આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે ભારતની T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આયર્લૅન્ડ સિરીઝ અથવા ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ T20 દરમિયાન તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી. સંજુ સૅમસનની જગ્યાએ તેને બીજી T20 માટે અંતિમ લાઇનઅપમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ડૅબ્યૂમાં પહેલો આંતરરાષ્ટ્રીય સિક્સર ફટકાર્યો
વૈભવે તેની ડૅબ્યૂ આંતરરાષ્ટ્રીય મૅચમાં તાત્કાલિક અસર કરી. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બૉલર જૉફ્રા આર્ચરની 148 કિમી/કલાકની ઝડપે બૉલિંગનો સામનો કરતા, તેણે વિકેટકીપરના માથા પર `લૅટ સ્કૂપ` શૉટ મારી શાનદાર સિક્સર ફટકારી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પહેલો સિક્સર હતો, જેના કારણે મૅન્ચેસ્ટરમાં ભીડ તરફથી તાળીઓનો ગડગડાટ થયો. આ શૉટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Young enough to surprise. Good enough to belong. ??
— Star Sports (@StarSportsIndia) July 4, 2026
At just 15, #VaibhavSooryavanshi becomes India`s youngest-ever debutant. ?#ENGvIND 2nd T20I ? Streaming LIVE on JioHotstar! pic.twitter.com/D6DsEU2Bxh
IPL 2026 પછી મળેલી તકમાં પ્રદર્શન
Jofra Archer - 148 kmph ?
— Ajay Jadeja (@AjayJadeja171) July 4, 2026
Vaibhav Sooryavanshi - That`s a SIX ? pic.twitter.com/LtSN5rnshb
વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં રાજસ્થાન રૉયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું. ડાબા હાથના ઓપનિંગ બૅટરે 16 ઇનિંગ્સમાં 237.30 ના સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવ્યા. તેના સ્કોરમાં એક સદી, પાંચ અડધી સદી અને રેકોર્ડ 72 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનના બળ પર, તેણે ઑરેન્જ કૅપ મેળવી અને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. મૅચ પહેલા, કેપ્ટન શ્રેયસ ઐયરે પણ વૈભવની પ્રશંસા કરતા કહ્યું, "વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર છે." દરમિયાન, ભારતે આ મૅચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે તેના માટે ડેબ્યૂ આટલું સફળ સાબિત થયું નહીં, કારણ કે તેણે 10 બૉલમાં માત્ર 14 રન બનાવ્યા હતા અને તેમાં બે સિક્સરનો સમાવેશ થાય છે.
