Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ઑરેન્જ અને યલો અલર્ટ

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ઑરેન્જ અને યલો અલર્ટ

Published : 15 May, 2026 01:03 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં ૭ દિવસ દરમ્યાન ૪૨થી ૪૫ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે આ આગાહી વચ્ચે ગઈ કાલે બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરી ઊડતાં વાતાવારણ ધૂંધળું થઈ ગયું હતું.

હવામાન વિભાગે અમદાવાદમાં આજથી ૨૧ મે સુધી એટલે કે ૭ દિવસ ઑરેન્જ અને યલો અલર્ટ જાહેર કરી છે જેમાં આજે અને આવતી કાલ માટે ઑરેન્જ અલર્ટ છે. આજે હીટવેવની આગાહી કરી છે. એ ઉપરાંત ૧૭થી ૨૧ મે સુધી યલો અલર્ટ જાહેર કરી છે. આજથી ૨૧ મે દરમ્યાન મહત્તમ તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રી સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



ગઈ કાલે અમદાવાદ સહિત ગુજરાતનાં ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીએ લોકોને પરેશાન કર્યા હતા. અમદાવાદમાં બપોરે શરીર દઝાડતી ગરમીથી ખાસ કરીને વાહનચાલકો અને રાહદારીઓ હેરાન થયા હતા. સાંજે ૬ વાગ્યે પણ ગરમ પવનથી લોકો ત્રાહિમામ હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 01:03 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK