રાજ્ય સરકારે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં બે કૃષિ રાહત પૅકેજ જાહેર કર્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં ૧૭.૯૨ લાખ ખેડૂતોને ૫૩૩૦.૪૩ કરોડ રૂપિયાથી વધુ સહાય ગુજરાત સરકારે ચૂકવી છે. આ સહાય ખેડૂતોનાં બૅન્ક-અકાઉન્ટમાં પહોંચી ગઈ છે. રાજ્ય સરકારે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં બે કૃષિ રાહત પૅકેજ જાહેર કર્યાં હતાં જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ ૩૦.૭૧ લાખથી વધુ ખેડૂતોએ ઑનલાઇન અરજી કરી છે. એમાં આજ સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરીને કુલ ૨૬.૬૦ લાખથી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.


