નાશિકમાં શ્રી સ્વામી અખંડાનંદ વેદ વેદાંગ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ૨૧ દિવસનો આ કોર્સ કરાવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
નાશિક કુંભમેળા માટે રાજ્ય સરકારના સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે એક મહિનાનો પુરોહિત કોર્સ શરૂ કર્યો છે. ૧૬ ડિસેમ્બરથી શરૂ થયેલા ટૂંકા ગાળાના પુરોહિત કોર્સમાં હિન્દુ ધાર્મિક વિધિઓ માટે પૂજારી તરીકે તાલીમ આપવામાં આવશે. ૨૧ દિવસના કોર્સમાં વૈદિક અને પૌરાણિક પરંપરાઓ, એમનું મહત્ત્વ, ધાર્મિક વિધિઓ, શાસ્ત્રોક્ત પૂજાવિધિ અને મંત્રોના જાપ વિશે તાલીમ આપવામાં આવશે.
નાશિકમાં શ્રી સ્વામી અખંડાનંદ વેદ વેદાંગ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ૨૧ દિવસનો આ કોર્સ કરાવવામાં આવશે જેને લીધે કુંભમેળામાં વિવિધ ધાર્મિક વિધિઓ અને સેવાઓ માટે પ્રશિક્ષિત પૂજારીઓની સેવા મળી રહેશે. કોર્સમાં સાપ્તાહિક મૌખિક પરીક્ષાઓ અને મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન (MCQ) આધારિત લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. પાસ થનાર ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે.


