અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપની સેમી ફાઇનલમાં આવતી કાલે ભારતની ટક્કર શ્રીલંકા સામે અને પાકિસ્તાન ટકરાશે બંગલાદેશ સામે
ફાઇલ તસવીર
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ચાલી રહેલી અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપ 2025ની સેમી ફાઇનલની લાઇન-અપ નક્કી થઈ ગઈ છે. આવતી કાલે દુબઈમાં રમાનારી સેમી ફાઇનલ ટક્કરોમાં ભારત શ્રીલંકા સામે અને પાકિસ્તાન બંગલાદેશ સામે ટકરાશે. ફાઇનલ જંગ રવિવારે જામશે.
ગ્રુપ Aના મુકાબલાઓ બાદ ભારતે ત્રણેય મૅચ જીતીને નંબર વનનું સ્થાન મેળવ્યું હતું અને ૩માંથી બે જીત સાથે પાકિસ્તાન બીજા નંબરે રહ્યું હતું. ગઈ કાલે ગ્રુપ Bના છેલ્લા મુકાબલામાં બંગલાદેશે શ્રીલંકાને ૩૯ રનથી હરાવીને ગ્રુપમાં ટૉપનું સ્થાન મેળવ્યું હતું.


