સોમનાથમાં ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
દ્રૌપદી મુર્મુ મંત્રોચ્ચાર સાથે સોમેશ્વર મહાપૂજા કરાવીને આરતી ઉતારી હતી અને જળાભિષેક કર્યો હતો.
સૌરાષ્ટ્રના વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે મંત્રોચ્ચાર સાથે સોમેશ્વર મહાપૂજા કરાવીને આરતી ઉતારી હતી અને જળાભિષેક કર્યો હતો.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ સાથે તેમનાં દીકરી ઇતિશ્રી મુર્મુ પણ દર્શનમાં જોડાયાં હતાં. દ્રૌપદી મુર્મુએ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જતાં પહેલાં સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ પછી દ્રૌપદી મુર્મુએ સાસણ ગીરમાં આવેલા ગીર નૅશનલ પાર્કની મુલાકાત લઈને ગીરના સિંહોને જોવાનો લહાવો પણ લીધો હતો.

