મંદિરમાં જઈને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરીને પ્રભુની આરતી ઉતારશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથ અને દ્વારકાની મુલાકાત લઈને ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં અને ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરશે. એટલું જ નહીં, તેઓ સાસણગીરમાં આવેલા જગપ્રસિદ્ધ ગીર નૅશનલ પાર્કમાં સિંહોને જોવા જશે. આ ઉપરાંત સોમનાથ મંદિરના પરિસરમાં મૂકવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત સ્થાનિક આદિવાસી સમાજના લોકો સાથે વાતચીત કરશે. આ પછી ૧૧ ઑક્ટોબરે ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા જશે. ત્યાં મંદિરમાં જઈને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરીને પ્રભુની આરતી ઉતારશે. સાંજે તેઓ અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં કૉન્વોકેશનમાં હાજરી આપશે.

