Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દીકરી રાધિકાનો ભાવુક પત્ર, પિતા વિજય રૂપાણીની અલગ છબી વર્ણવતાં કહ્યું આવું

દીકરી રાધિકાનો ભાવુક પત્ર, પિતા વિજય રૂપાણીની અલગ છબી વર્ણવતાં કહ્યું આવું

Published : 13 September, 2021 05:57 PM | Modified : 13 September, 2021 06:08 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણીએ એક ઈમોશનલ પત્ર લખ્યો છે. જેમાં તેમણે વિજય રૂપાણીને એક પિતા અને નેતા તરીકે વર્ણવ્યાં છે.

વિજય રૂપાણી

વિજય રૂપાણી


રાજકારણમાં ખુબ ઓછા એવા રાજકીય નેતાઓ હોય છે જે પોતાના પરિવાર અને સંતાનોને રાજકારણથી દરૂ રાખતાં હોય, એવા જુજ નેતામાંના એક છે વિજય રૂપાણી. જેમણે મુખ્યપ્રધાન પદ પરથી અચાનક રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાં બાદ વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણીએ એક ઈમોશનલ પત્ર લખ્યો છે. જેમાં તેમણે વિજય રૂપાણીને એક પિતા અને નેતા તરીકે વર્ણવ્યાં છે. આ સાથે જ રાધિકા રૂપાણીએ કેટલાક સવાલ પણ કર્યા છે. 


રાધિકા રૂપાણીએ ફેસબુક પર કેટલીક તસવીર શેર કરતાં વિજય રૂપાણીને લઈ ભાવુક પોસ્ટ લખી છે. આ રહ્યાં તેમના સંવેદનાભર્યા શબ્દો...



રાધિકા શરૂઆતમાં લખે છે કે, "વિજય રૂપાણી એક દિકરીની નજરે કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યાં છે."


તેણીએ બાળપણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, " આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા.મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યાં હતાં. નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થિએટરમાં ન હોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતાં. આ એમને રીવાજ હતો. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગીને સીએમ ડેશ્કબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે. વર્ષો સુધી અમારા ઘરના સીમ્પલ પ્રોટોકોલ હતાં."


રાધિકાએ આગળ લખ્યું કે, "કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી – Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખવી જોઇએ ? Isn’t it a necessary quality we need in a leader ? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image ? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. સીએમ ડેશ્કબોર્ડથી માંડીને land garbing act, love Jihad, GUJCOCA, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવું એ જ નેતાની નીશાની છે ?"

આ સાથે જ અનેક સવાલ કરતાં અંતમાં રાધિકાએ લખ્યું કે, "અમારા household માં ઘણીવાર discussion થયુ છે કે જ્યારે આટલું બધું corruption, negativity Indian politics માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ – will it survive ? will it be enough ? પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે Politics અને નેતાની ઇમેજ Indian movies and age old perception થી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું છે. પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી. એ જ એમની ખાસીયત છે. જે કોઇ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઇનો કાર્યકાળ સમાપ્ત. અમારા મતે Nuisance કે Resistance કરતા RSS અને BJP ના સિધ્ધાંતો પ્રમાણે સરળતાથી સતાના લોભ વગર પદ છોડવું is more courageous than anything else!! જય હિન્દ, ભારતમાતાની જય."

ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી પુત્રી રાધિકા રૂપાણી હાલ વિદેશમાં સ્થાયી છે અને તેઓ સીએની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તેમણે લખેલો ભાવુક પત્ર વિજય રૂપાણી એક પિતા અને નેતા તરીકે કેવા હતા તેને લઈને ઘણું સમજાવી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2021 06:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK