Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં થશે સંસ્કૃત સપ્તાહની ઉજવણી

ગુજરાતમાં થશે સંસ્કૃત સપ્તાહની ઉજવણી

Published : 21 August, 2026 02:17 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પચીસથી ૩૧ ઑગસ્ટ દરમ્યાન નીકળશે શોભાયાત્રા, થશે કાવ્ય અને શ્લોકપઠન, નિબંધસ્પર્ધા, ગીતાપઠન, સંસ્કૃત નાટ્ય સહિતની યોજાશે પ્રવૃત્તિઓ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં પહેલી વાર પચીસથી ૩૧ ઑગસ્ટ દરમ્યાન સંસ્કૃત સપ્તાહની રાજ્યવ્પાપી ઉજવણી કરવામાં આવશે. શ્ળોકપઠન, ગીતાપઠન, નિબંધ–વક્તૃત્વ, સંસ્કૃત નાટ્ય સહિતની પ્રવૃત્તિઓ યોજાશે.

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા લેવલે સંસ્કૃત ગૌરવ, સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત સાહિત્ય તથા સુભાષિત આધારિત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને સંસ્કૃત સાથે જોડવામાં આવશે. પચીસ ઑગસ્ટથી સંસ્કૃત ગૌરવયાત્રા, સંસ્કૃત ગીતો, સુભાષિતો, સંસ્કૃત ગ્રંથો તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શોભાયાત્રા નીકળશે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પેરન્ટ્સ અને સ્થાનિક નાગરિકો જોડાશે અને ઉજવણી કરાશે. આ ઉજવણી દરમ્યાન સંસ્કૃત સાહિત્યદિન ઊજcuવાશે જેમાં વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, સુભાષિતોનું વાચન, વ્યાખ્યાન, પુસ્તકપ્રદર્શન તેમ જ કાવ્યપઠન અને નિબંધસ્પર્ધાઓ યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 02:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK