Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકારી સ્કૂલો કરતાં વધારે સારી સુવિધાઓ પ્રધાનોના કૂતરાને મળે છે

સરકારી સ્કૂલો કરતાં વધારે સારી સુવિધાઓ પ્રધાનોના કૂતરાને મળે છે

Published : 21 August, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવો ટોણો મારીને અભિજિત દીપકેએ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દાદા ભુસેનું રાજીનામું માગી લીધું

અ​ભિજિત દીપકેની મુલાકાત લેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી.

અ​ભિજિત દીપકેની મુલાકાત લેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી.

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે દ્વારા ગયા અઠવાડિયે ‘સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. એ અંતર્ગત તેણે લાતુરના ઔસા તહસીલમાં ઉજની ગામની જિલ્લા પરિષદ સંચાલિત સ્કૂલની મુલાકાત લીધી હતી. સ્કૂલોમાં આપવામાં આવતી સુવિધાઓ પ્રત્યે રોષ વ્યક્ત કરતાં અભિજિત દીપકેએ પ્રશાસનની ઝાટકણી કાઢીને સરકારી સ્કૂલોમાં અપાતી સુવિધાઓ કરતાં પ્રધાનોના પાલતુ કૂતરાને વધુ સારી સુવિધાઓ અપાતી હોવાનો ટોણો માર્યો હતો અને મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન દાદા ભુસેના રાજીનામાની માગણી કરી હતી. અભિજિત દીપકેએ કહ્યું હતું કે પ્રધાનોએ પોતાનાં બાળકોને આવી સ્કૂલોમાં ભણવા મોકલવાં જોઈએ.

પત્રકારો સાથે વાત કરતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘સ્કૂલોની આવી હાલત માટે પ્રધાનોને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદાર ઠેરવવા જોઈએ. અનેક સ્કૂલોમાં સરખા ક્લાસરૂમ, બેન્ચ, ટૉઇલેટ અને સ્કૂલ સુધી પહોંચવા માટે સારા રસ્તા જેવી પાયાભૂત સુવિધાઓ પણ નથી. અમુક સ્કૂલોમાં તો વિદ્યાર્થીઓ સાથે જાનવરો કરતાં વધુ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું હતું.’ 

તમે હેલિકૉપ્ટરમાં ફરી શકો એટલા માટે મત આપે છે લોકો? 

અભિજિત દીપકેએ નેતાઓ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘આ વિદ્યાર્થીઓના જીવનનો પ્રશ્ન છે. રાજકીય નેતાઓ તેમના માટે કંઈ નથી કરતા તો લોકો તેમને મત શા માટે આપે? તેઓ હેલિકૉપ્ટરમાં ઊડાઊડ કરે એટલા માટે? કોઈ પણ રાજકીય પક્ષ હોય, લોકોએ તેમના ગામમાં મત માગવા આવતા નેતાઓને કહેવું જોઈએ કે શિક્ષણક્ષેત્રે તેઓ કામ ન કરવાના હોય તો તેમના ઉંબરે ન આવે. ધર્મ ખતરામાં છે એવું લોકો બોલતા હોય છે. ધર્મનો વિનાશ આટલાં વર્ષોમાં નથી થયો. ધર્મ ક્યાંય નહીં જાય પણ બાળકોનું ભવિષ્યને જરૂર અસર થાય છે.’ 

સ્કૂલમાં ખોટા વિદ્યાર્થીઓ બેસાડાયા, દારૂની બૉટલો હતી

અભિજિત દીપકેએ દાવો કર્યો હતો કે તે જ્યારે સ્કૂલની મુલાકાતે ગયો ત્યારે ત્યાં નકલી વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. અભિજિત દીપકેએ દાવો કર્યો હતો કે સ્કૂલનું ઇન્સ્પેક્શન થવાનું હોવાની જાણ હોવાથી સ્કૂલમાં બહારથી પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને લાવીને બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્કૂલના કમ્પાઉન્ડમાંથી દારૂની બૉટલો મળી આવી હોવાનો દાવો પણ અભિજિત દીપકેએ કર્યો હતો. સ્કૂલનું પરિસર અભિજિત દીપકે મુલાકાત લે અેના ફક્ત એક જ દિવસ પહેલાં સાફ કરવામાં આવ્યું હોવાનું તેણે કહ્યું હતું. દીપકેએ કહ્યું હતું કે સ્કૂલના કમ્પાઉન્ડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK