કશ્યપ મેવાડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ફાધર ભરતભાઈ સાથે મળીને આ ધ્વજ બનાવ્યો`
રામ મંદિર માટે બનેલા ધ્વજની રેપ્લિકા
રામ મંદિર પર લહેરાનારો ધ્વજ બનાવનાર અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સના કશ્યપ મેવાડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ફાધર ભરતભાઈ સાથે મળીને આ ધ્વજ બનાવ્યો એ અમારા માટે ગર્વની વાત છે. અમે વિશ્વકર્માના વંશજ છીએ અને અમને આ કામ મળ્યું છે. અમને પૌરાણિક રામ મંદિરનો ધ્વજ બનાવવા મળ્યો એ અમારા માટે ધન્ય ઘડી બની રહી છે. આ પહેલાં અમે રામ મંદિરનો ધ્વજદંડ બનાવ્યો હતો જે ૪૨ ફુટ ઊંચો અને ૫૧૦૦ કિલોનો હતો. એ ઉપરાંત રામ મંદિર પરિસરમાં ૬ નાનાં મંદિરોના ધ્વજદંડ, દાનપેટી, ભગવાનનાં આભૂષણ મૂકવાનાં કબાટ સહિતની વસ્તુઓ બનાવી છે.’


