રિપોર્ટ પ્રમાણે તનુજા અને ધર્મેન્દ્ર વચ્ચે સારી મિત્રતા હતી અને તનુજા તો ધર્મેન્દ્રની પત્ની અને બાળકોને પણ મળી ચૂકી હતી
ધર્મેન્દ્ર તનુજા સાથે
ધર્મેન્દ્ર અને તનુજા ૧૯૬૫માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘ચાંદ ઔર સૂરજ’નું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે તનુજાએ ધર્મન્દ્રને લાફો મારી દીધો હતો અને આ પ્રકરણ બહુ ચર્ચાયું હતું.
રિપોર્ટ પ્રમાણે તનુજા અને ધર્મેન્દ્ર વચ્ચે સારી મિત્રતા હતી અને તનુજા તો ધર્મેન્દ્રની પત્ની અને બાળકોને પણ મળી ચૂકી હતી. એક દિવસ શૂટિંગ વચ્ચે ધર્મેન્દ્રએ તનુજા સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો, જેના જવાબરૂપે તનુજાએ લાફો મારી દીધો અને કહ્યું કે ‘બેશરમ! મને તારી પત્ની વિશે ખબર છે, આવું વર્તન કરવાની તારી હિંમત કઈ રીતે થઈ?’
ADVERTISEMENT
આ ઘટનાથી ધર્મેન્દ્ર ખૂબ શરમાઈ ગયા અને તરત જ માફી માગી. તેમણે તનુજાને કહ્યું, ‘તનુ, મારી મા, સૉરી બોલું છું. મને તારો ભાઈ બનાવી દે.’
તનુજા શરૂઆતમાં થોડી અચકાઈ, પણ છેવટે તેમના હાથ પર રાખડી તરીકે કાળો દોરો બાંધી દીધો. આ પછી તેમનો સંબંધ ફક્ત એક સારા મિત્ર અને ભાઈ-બહેન જેવો રહ્યો.


