પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત પોલીસે આ ગેરકાયદેસર રહેવાસીઓની ધરપકડ કરવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.