શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે દાવો કર્યો હતો કે સિખ પુરુષોની પાઘડીઓ બળજબરીથી ઉતારી દેવામાં આવી હતી
૩ કિશોરોએ બે સિખને લાતો મારીને તેમની પાઘડી કાઢી નાખી
ભારતીયો સામે હેટ ક્રાઇમનો વધુ એક બનાવ યુનાઇટેડ કિંગડમ (UK)માં નોંધાયો છે, જેનો ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો હતો. ૧૫ ઑગસ્ટે વૉલ્વરહૅમ્પ્ટનમાં એક રેલવે-સ્ટેશનની બહાર ત્રણ કિશોરોએ બે સિખ પુરુષો પર હુમલો કર્યો હતો. વિડિયોમાં દેખાય છે કે સિખ પુરુષો જમીન પર પડેલા છે અને એક હુમલાખોર તેમને લાત મારે છે. આ હુમલામાં સંડોવાયેલા કિશોરોને ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે દાવો કર્યો હતો કે સિખ પુરુષોની પાઘડીઓ બળજબરીથી ઉતારી દેવામાં આવી હતી. બાદલે આ હુમલાને ભયાનક ગણાવ્યો હતો અને વિદેશપ્રધાન એસ. જયશંકરને UK સરકાર સમક્ષ આ મામલો ઉઠાવવાની હાકલ કરી હતી.

