Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ દિવસમાં એક પછી એક ૭ દેશમાં ૮ ધરતીકંપ

પાંચ દિવસમાં એક પછી એક ૭ દેશમાં ૮ ધરતીકંપ

Published : 30 June, 2026 10:57 AM | IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેનેઝુએલામાં મરણાંક ૧૪૫૦ થયો, ૫૦,૦૦૦થી વધારે લોકો ગુમ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૪ જૂનથી ૨૮ જૂન સુધીના પાંચ દિવસમાં વિશ્વના વિવિધ ભાગોમાં ઉપરાઉપરી શક્તિશાળી ભૂકંપ આવતાં વૈશ્વિક સ્તરે ભારે ચિંતા વ્યાપી છે. સૌથી વધુ તબાહી વેનેઝુએલામાં થઈ છે જ્યાં ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના જોડિયા ભૂકંપે સેંકડો ઇમારતો જમીનદોસ્ત કરી નાખી છે. આ કુદરતી આપત્તિમાં મૃત્યુઆંક ૧૪૩૦ પર પહોંચ્યો છે અને અંદાજે ૫૦,૦૦૦ લોકો લાપતા છે. અમેરિકાના ઉત્તરી કૅલિફૉર્નિયામાં ૫.૬ અને જપાનના દરિયાકાંઠે ૭.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપનો આ સિલસિલો શનિવારે દક્ષિણ એશિયા સુધી પહોંચ્યો હતો. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ૫.૫ની તીવ્રતાના આંચકાથી ૧૦૦થી વધુ ઘરોને નુકસાન થયું હતું અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. એના થોડા જ કલાકો બાદ અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના આંચકા ઉત્તર ભારત સુધી અનુભવાયા હતા.



ફિલિપીન્સમાં ૬.૫ની તીવ્રતાનો તથા નેપાલમાં ૩.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો.


એકસાથે આવેલા આ ભૂકંપો વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ તમામ ઘટનાઓ હજારો કિલોમીટર દૂર અલગ-અલગ ટેક્ટોનિક પ્લેટો પર થઈ હોવાથી એમની વચ્ચે કોઈ સીધું કનેક્શન નથી. અમેરિકાના જિયોલૉજિકલ સર્વેના અધિકારી વિલિયમ બાર્નહાર્ટના જણાવ્યા મુજબ પૃથ્વી પર દરરોજ ભૂકંપ આવે છે, પરંતુ ઉપરાઉપરી મોટા આંચકા વસ્તીવાળા વિસ્તારોમાં અનુભવાવા એ માત્ર એક સંયોગ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 10:57 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK