Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પ સાથે માત્ર એક ફોટો પડાવવાના ૮૫ લાખ રૂપિયા

ડોનલ્ડ ટ્રમ્પ સાથે માત્ર એક ફોટો પડાવવાના ૮૫ લાખ રૂપિયા

Published : 20 August, 2026 09:10 AM | IST | Washington DC
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનું આમંત્રણ પોસ્ટ કરીને ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું

હર્ષ ગોયનકાએ શૅર કરેલી આમંત્રણપત્રિકા

હર્ષ ગોયનકાએ શૅર કરેલી આમંત્રણપત્રિકા


સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાઇરલ થઈ રહી છે. જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે ફોટો પડાવવાના ભારેખમ ખર્ચ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે રિપબ્લિકન નૅશનલ કમિટી (RNC)ના આગામી કાર્યક્રમનું આમંત્રણ શૅર કર્યું હતું.

આગામી ૨૭ ઑગસ્ટે ટેક્સસના હ્યુસ્ટન શહેરમાં ફંડ એકત્ર કરવા માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ આમંત્રણ-કાર્ડ મુજબ ડોનલ્ડ ટ્રમ્પ સાથે માત્ર એક ફોટો પડાવવા માટે દંપતીદીઠ આશરે ૮૫ લાખ રૂપિયા (૮૮,૬૦૦ ડૉલર) ચૂકવવા પડશે. હર્ષ ગોયનકાએ આશ્ચર્યજનક ઇમોજી સાથે સ્પષ્ટ લખ્યું હતું કે અહીં એક ફોટો માટે આટલી મોટી રકમ ખર્ચવી પડશે.



આ કાર્યક્રમમાં અન્ય વિકલ્પો પણ આપવામાં આવ્યા છે, જેમાં રાઉન્ડટેબલ ચર્ચામાં ભાગ લેવા માટે ૨.૪ કરોડ રૂપિયા (૨,૫૦,૦૦૦ ડૉલર) નક્કી કરવામાં આવ્યા છે. હોસ્ટ કમિટીમાં સામેલ થવા માટે ૪.૪૩ કરોડ રૂપિયા (૪,૪૩,૦૦૦ ડૉલર)નું દાન આપવું પડશે. આ ઉપરાંત સામાન્ય રિસેપ્શનમાં હાજરી આપવાનો ખર્ચ આશરે ૯.૫૫ લાખ રૂપિયા (૧૦,૦૦૦ ડૉલર) રાખવામાં આવ્યો છે. ફંડ એકત્ર કરવાની આ અત્યંત મોંઘી પદ્ધતિ જોઈને સોશ્યલ મીડિયા પર લોકો અત્યારે ભારે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 09:10 AM IST | Washington DC | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK