છટણીની જાહેરાત કરવાની આ પદ્ધતિની ટીકા થઈ છે કારણ કે ઘણા લોકો તેને ગુગલ અને ટૅસ્લા જેવી ટૅક જાયન્ટ્સ દ્વારા કરવામાં આવેલી સમાન ક્રિયાઓ સાથે સરખાવી રહ્યા છે, જ્યાં કર્મચારીઓને રાતોરાત અચાનક નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યા હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઍમેઝૉનના કર્મચારીઓએ સવારે જગવાની સાથે જ પોતાની નોકરી ગુમાવી છે. એક આશ્ચર્યજનક પગલામાં, હજારો ઍમેઝૉન કર્મચારીઓને વહેલી સવારે મોકલવામાં આવેલા ટૅક્સ્ટ મૅસેજ દ્વારા તેમની નોકરી ગુમાવવાની જાણ કરવામાં આવી હતી. છટણીના આ રાઉન્ડમાં અનેક વિભાગોમાં લગભગ 14,000 કર્મચારીઓની નોકરીને અસર કરી છે, જે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એકમાં છટણીનો તબક્કો દર્શાવે છે. અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત કર્મચારીઓને બે ટૅક્સ્ટ મૅસેજ મળ્યા. પહેલા મૅસેજમાં તેમને કામ પર જતા પહેલા તેમના ઇમેઇલ તપાસવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે બીજા મૅસેજમાં તેમને તેમની ભૂમિકા વિશે કોઈ સત્તાવાર ઇમેઇલ ન મળ્યો હોય તો હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો હતો. આ ચેતવણીઓ ઇમેઇલ સૂચનાઓને અનુસરીને કરવામાં આવી હતી અને તેનો હેતુ કર્મચારીઓ કામ પર ન આવે તેની ખાતરી કરવાનો હતો, કારણ કે તેમના પદને પહેલાથી જ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
છટણીની જાહેરાત કરવાની આ પદ્ધતિની ટીકા થઈ છે કારણ કે ઘણા લોકો તેને ગુગલ અને ટૅસ્લા જેવી ટૅક જાયન્ટ્સ દ્વારા કરવામાં આવેલી સમાન ક્રિયાઓ સાથે સરખાવી રહ્યા છે, જ્યાં કર્મચારીઓને રાતોરાત અચાનક નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અભિગમ યુ.એસ.માં ઑફિસોમાં મૂંઝવણ અને અસ્વસ્થતાપૂર્ણ પરિસ્થિતિઓ ટાળવા માટે બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નોકરીમાં છટણી ઍમેઝૉનના ખર્ચ ઘટાડવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે, ખાસ કરીને તેની રિટેલ મૅનેજમેન્ટ ટીમોમાં. એક મૅસેજમાં, ઍમેઝૉનના HR ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ કર્મચારીઓને જણાવ્યું હતું કે આ નિર્ણય હળવાશથી લેવામાં આવ્યો નથી. તેમણે પુષ્ટિ આપી હતી કે અસરગ્રસ્ત કર્મચારીઓને 90 દિવસનો સંપૂર્ણ પગાર અને લાભો, પૅકેજ અને જૉબ પ્લેસમેન્ટ સપોર્ટ મળશે. ગેલેટીએ ઍમેઝૉનના વ્યવસાય પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધતી જતી અસરનો પણ સ્વીકાર કર્યો. તેમણે લખ્યું કે AI કંપનીના સંચાલનના માર્ગને ફરીથી આકાર આપી રહ્યું છે અને તેને પહેલા કરતાં વધુ ઝડપથી નવીનતા લાવવામાં મદદ કરી રહ્યું છે.
ઇમેઇલમાં આગળના પગલાં પણ બતાવવામાં આવ્યા છે, જેમાં કર્મચારીઓ સપોર્ટ મેળવવા, તેમનો સામાન એકત્રિત કરવા અથવા કંપનીની મિલકત પરત કરવા માટે ઍમેઝૉનના સાધનો જેમ કે A થી Z અને MyHR નો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તે સમજાવવામાં આવ્યું છે. બેથ ગેલેટીએ ઉમેર્યું હતું કે છટણી દરમિયાન સમસ્યાઓનો સામનો કરી રહેલા કોઈપણને મદદ કરવા માટે HR સ્ટાફ 24/7 ઉપલબ્ધ હતા. આ છટણીઓ એવા સમયે થઈ છે જ્યારે ઍમેઝૉન સંભવિત રૅકોર્ડ-બ્રેકિંગ રજાઓની સિઝનની તૈયારી કરી રહ્યું છે, જેમાં ડૉલર 140 બિલિયનથી વધુનું વેચાણ થવાની અપેક્ષા છે.


