Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દેવાંના ભાર તળે હાંફી રહ્યાં છે અમેરિકા અને ચીન

દેવાંના ભાર તળે હાંફી રહ્યાં છે અમેરિકા અને ચીન

Published : 28 February, 2026 11:31 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકા પર GDPના ૧૨૨ ટકા દેવું, ચીન પર ૯૬ ટકા, ડોનલ્ડ ટ્રમ્પનો રેસિપ્રોકલ ટૅરિફનો દાવ પણ બેઅસર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વૉશિંગ્ટનસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ (IIF)ના લેટેસ્ટ અહેવાલ અનુસાર ૨૦૨૫માં વૈશ્વિક દેવું રેકૉર્ડ ૩૪૮ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી ગયું છે. કોરોના મહામારી બાદ આ દેવાંમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં અમેરિકા અને ચીનનું સૌથી વધારે યોગદાન છે. અમેરિકા અને ચીનનું દેવું સતત વધી રહ્યું છે અને એક વર્ષમાં ૨૯ ટ્રિલ્યન ડૉલર જેટલું વધ્યું છે. એમાં ૧૦ ટ્રિલ્યન ડૉલરની સરકારી ઉધારી રહી છે. અમેરિકા, ચીન અને યુરોપ વિસ્તારમાં કુલ દેવાંમાં ત્રણ-ચતુર્થાંશ હિસ્સો છે જેને કારણે વૈશ્વિક નાણાકીય સંતુલન પર દબાણ વધી ગયું છે.

અમેરિકા પર સૌથી વધારે દેવું છે અને એકલું અમેરિકા વૈશ્વિક એક-તૃતીયાંશ દેવા માટે જવાબદાર છે. એનું દેવું GDPના ૧૨૨ ટકાથી પણ વધારે થઈ ગયું છે. અમેરિકાનું વધતું દેવું વૈશ્વિક આર્થિક અસ્થિરતા લાવવા માટે જોખમ બની શકે છે. સંસ્થાએ અમેરિકાને અસરકારક નાણાકીય પગલાં લેવાની સલાહ આપી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ટૅરિફ લગાવ્યા છતાં એની સ્થિતિ સુધરી નથી.



ચીનમાં સરકારી દેવું GDPના ૮૮.૪ ટકાથી વધીને ૯૬.૮ ટકાએ પહોંચી ગયું છે. ચીન બીજા સ્થાને છે અને એનું દેવું ૧૮.૬૮ ટ્રિલ્યન ડૉલર છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 11:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK