ચીન અને પાકિસ્તાનની વધતી જતી નિકટતાને ગંભીરતાથી લેવાની જરૂર
બલૂચિસ્તાનના નેતા મીર યાર બલૂચ
બલૂચિસ્તાનના નેતા મીર યાર બલૂચે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને પત્ર લખીને જણાવ્યું છે કે ચીન ટૂંક સમયમાં બલૂચિસ્તાનમાં પોતાની સેના તહેનાત કરશે, ચીન અને પાકિસ્તાન સરકારની વધતી જતી નિકટતાને લેવાની જરૂર છે.
મીર યારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ પત્ર શૅર કર્યો હતો અને એમાં તેમણે લખ્યું હતું કે ‘બલૂચિસ્તાનના લોકો છેલ્લાં ૭૯ વર્ષથી પાકિસ્તાનના ગેરકાયદે કબજા, પાકિસ્તાન સ્પૉન્સર્ડ આતંકવાદ અને માનવાધિકારોના ઘોર ઉલ્લંઘનને સહન કરી રહ્યા છે. હવે આ વધતી જતી બીમારીને જડમૂળથી ખતમ કરવાની જરૂર છે જેથી અમારા દેશમાં શાંતિ આવે.’
ADVERTISEMENT
તેમણે એવું પણ જણાવ્યું હતું કે ‘ચીન અને પાકિસ્તાન ચાઇના-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોરના છેલ્લા સ્ટેજ પર આગળ વધી રહ્યાં છે. બલૂચિસ્તાન પાકિસ્તાન અને ચીનના આ વધતા જતા ગઠબંધનને ખતરનાક માને છે.’


