બલૂચ સેના અને પાકિસ્તાની સેના વચ્ચે સતત સંઘર્ષ જારી છે. જેમ ચીન ઉઇઘર મુસ્લિમો સાથે અમાનવીય વ્યવહાર કરે છે
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજા દેશ પર સૈન્ય કાર્યવાહી રોકવા માટે સહમતી બાદ બલૂચિસ્તાનના લોકોએ ભારત પ્રતિ તેમની એકનિષ્ઠતા વ્યક્ત કરી છે. બલૂચ લેખક મીર યાર બલોચે પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના લોકો ભારતને ટેકો આપતાં પ્લૅકાર્ડ લઈને ઊભાં છે એવા ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ‘એકતાની કોઈ સરહદ નથી, ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પરંતુ બલૂચિસ્તાન અને તેના લોકો ભારત સરકાર સાથે છે. ૬૦ મિલ્યન બલૂચ લોકો ભારતની સાથે છે.’
બલૂચિસ્તાનના લોકો જે પ્લૅકાર્ડ્સ લઈને ઊભાં હતાં એના પર લખવામાં આવ્યું હતું કે ‘બલૂચ અને ભારતની મિત્રતા એકમાત્ર શસ્ત્ર છે જે શેતાન પાકિસ્તાનને નુકસાન પહોંચાડશે અને તેનો નાશ કરશે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી બલૂચિસ્તાન પાકિસ્તાન પાસે આઝાદીની માગણી કરી રહ્યું છે. બલૂચ સેના અને પાકિસ્તાની સેના વચ્ચે સતત સંઘર્ષ જારી છે. જેમ ચીન ઉઇઘર મુસ્લિમો સાથે અમાનવીય વ્યવહાર કરે છે એમ પાકિસ્તાન બલૂચી લોકો સાથે અમાનવીય વ્યવહાર કરે છે.

