Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઘટાડી દીધું, ચીને ઉઠાવી લીધો ફાયદો

ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઘટાડી દીધું, ચીને ઉઠાવી લીધો ફાયદો

Published : 27 February, 2026 09:23 AM | IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશિયા અને ઈરાન પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઑઇલ ખરીદીને ચીને પોતાના ભંડાર ભરવાનું શરૂ કરી દીધું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ જાન્યુઆરી મહિનામાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. ઈરાન પાસેથી તેલની ખરીદી ભારતે ઘણા વખત પહેલાં જ ઘટાડી નાખી હતી. આ પરિસ્થિતિમાં બન્ને દેશો માટે ચીન જ એક મોટો ખરીદદાર બચ્યો છે અને એનો ફુલ ફાયદો ચીન ઉઠાવી રહ્યું છે. અમેરિકા સાથે ટ્રેડ-ડીલ કરવા માટે થઈને ભારતે રશિયા અને ઈરાન પાસેથી તેલની ખરીદી ઘટાડી હોવાથી બન્ને દેશોએ ચીનને ખૂબ જ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં કાચું તેલ આપવાની ઑફર કરી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ રશિયાએ ચીનને હવે ૧૨ ડૉલર પ્રતિ બૅરલ જેવા સસ્તા ભાવે તેલ વેચવાનું નક્કી કર્યું છે. ગયા મહિના કરતાં આ ભાવ ખૂબ જ ડિસ્કાઉન્ટેડ છે. ઈરાનનું લાઇટ ક્રૂડ ઑઇલ ૧૧ ડૉલરના ભાવે વેચાઈ રહ્યું છે. હવે પરિસ્થિતિ એ થઈ છે કે ચીને ક્રૂડ ઑઇલનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે અને હવે એની પાસે સ્ટોરેજ કરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. ચીનમાં રશિયા તરફથી દર રોજ બે મિલ્યન બૅરલ ઑઇલ આયાત થાય છે. ફેબ્રુઆરી મહિનાના પહેલા ૧૮ દિવસના આ આંકડા છે. ડિસેમ્બર મહિનાની સરખામણીએ આ આંકડામાં પચાસ ટકા જેટલો વધારો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 09:23 AM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK