ગ્રીનલૅન્ડ હસ્તગત કરવાની તેમની યોજનાઓને સમર્થન નહીં આપે એવા દેશો પર ટૅરિફ લાદવાની ધમકી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે આપી હતી.
ડોનલ્ડ ટ્રમ્પ
ગ્રીનલૅન્ડ હસ્તગત કરવાની તેમની યોજનાઓને સમર્થન નહીં આપે એવા દેશો પર ટૅરિફ લાદવાની ધમકી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે આપી હતી. વાઇટ હાઉસ ખાતે બોલતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘અમે એવા દેશો પર ટૅરિફ લાદી શકીએ છીએ જેઓ ગ્રીનલૅન્ડ હસ્તગત કરવાની તેમની યોજનાઓને સમર્થન નહીં આપે. રાષ્ટ્રીય સુરક્ષા માટે અમને ગ્રીનલૅન્ડની જરૂર છે.’
આ ધમકી રિપબ્લિકન ટ્રમ્પ દ્વારા સ્વાયત્ત આર્કટિક ટાપુ મેળવવા માટે તેમની કોશિશને વધુ તીવ્ર બનાવતી નવીનતમ પ્રેશર-ટેક્ટિક છે. તેમણે જરૂર પડ્યે લશ્કરી માધ્યમથી ગ્રીનલૅન્ડ પ્રાપ્ત કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાને ખનિજ-સમૃદ્ધ ગ્રીનલૅન્ડની જરૂર છે અને ગ્રીનલૅન્ડ પર આરોપ લગાવ્યો છે કે એ હરીફો રશિયા અને ચીન સામે એની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતું કામ કરી રહ્યું નથી.
નોબેલ પુરસ્કાર અને તેલ મળ્યા પછી હવે ટ્રમ્પ કહે છે... વેનેઝુએલા મને બહુ પસંદ આવી રહ્યું છે
ADVERTISEMENT
વિજેતા વેનેઝુએલાનાં નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા મચાડોને મળ્યા પછી ડોનલ્ડ ટ્રમ્પનું વેનેઝુએલા માટેનું વલણ બદલાઈ રહ્યું હોય એવું લાગે છે. મારિયા મચાડોએ પોતાનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને આપ્યો એના બીજા જ દિવસે તેમણે કહ્યું હતું કે ‘હવે મને વેનેઝુએલા ગમી રહ્યું છે. હું એના વિશે સારી વાતો કહેતો રહું છું. મને વેનેઝુએલા માટે કશું નેગેટિવ નથી જણાતું. મને લાગે છે કે એ શાનદાર દેશ છે. ખરેખર એક વીકમાં એટલુંબધું બદલાઈ ગયું છે. બધું એકદમ બરાબર છે. અમે નવા રાષ્ટ્રપતિ સાથે ડીલ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમારી પાસે ૫૦ મિલ્યન બૅરલ તેલ છે અને અમે એને તરત પ્રોસેસ કરાવવા માગીએ છીએ, કેમ કે અમારી પાસે જગ્યા નથી. તમે કઈ રીતે લેશો? મેં કહ્યું અમે લઈશું. મને એ માટે કોઈનીયે સલાહની જરૂર ન પડી. હવે અમારો એ લોકો સાથે બહુ સારો સંબંધ છે. અત્યારે વચગાળાના રાષ્ટ્રપતિ છે એની સાથે બીજા પણ લોકોનું દબાણ પણ હવે ઘટી ગયું છે.’


