ક્રિસમસ દરમ્યાન બીજી કિડની પણ ફેલ થઈ જતાં આખરે જાન્યુઆરીમાં ડિસોઝાભાઈએ પંચાવન વર્ષની વયે દુનિયામાંથી વિદાય લઈ લીધી.
ડિસોઝા
બ્રાઝિલના ઓલિન્ડા શહેરમાં રહેતા ડિસોઝા નામના એક ભાઈને બૉડીબિલ્ડર બનવાનો શોખ હતો. યંગ એજમાં તો તે બાવડાં બનાવી ન શક્યો, પરંતુ મિડલ એજ થતાં સુધીમાં તેના માથે કોઈ પણ રીતે બાવડાં ફુલાવીને ફરતા કાર્ટૂન કૅરૅક્ટર જેવા બનવાનું જાણે ભૂત સવાર થઈ ગયું. તેણે બાવડાં કૃત્રિમ રીતે ફુલાવવા માટે એમાં તેલનાં ઇન્જેક્શન્સ ભરવાનું શરૂ કર્યું હતું. આવું કરવાને કારણે તેના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને એને કારણે તેની એક કિડની ફેલ થઈ ગઈ હતી. જોકે એ પછી પણ ભાઈસાહેબ વાજ ન આવ્યા અને તેલ ભરવાનું ચાલુ જ રાખ્યું. આખરે કુદરતે તેમને પરચો આપી દીધો. ક્રિસમસ દરમ્યાન બીજી કિડની પણ ફેલ થઈ જતાં આખરે જાન્યુઆરીમાં ડિસોઝાભાઈએ પંચાવન વર્ષની વયે દુનિયામાંથી વિદાય લઈ લીધી.


