Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુબઈ પાસે ફ્રેશ ફૂડનો ફક્ત ૧૦ દિવસ ચાલે એટલો જ સ્ટૉક

દુબઈ પાસે ફ્રેશ ફૂડનો ફક્ત ૧૦ દિવસ ચાલે એટલો જ સ્ટૉક

Published : 08 March, 2026 12:28 PM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વિસ બ્રૉડકાસ્ટર SRFના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ‘યુદ્ધના કારણે પુરવઠામાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે.`

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સ્વિસ બ્રૉડકાસ્ટર SRFએ એક ઍનલિસ્ટને ટાંકીને અહેવાલ આપ્યો છે કે દુબઈ પાસે ફક્ત ૧૦ દિવસનો ખોરાકનો પુરવઠો ઉપલબ્ધ હોઈ શકે છે. ગલ્ફ ક્ષેત્ર માટે લગભગ ૭૦ ટકા ખાદ્યપુરવઠો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે, જે જળમાર્ગ યુદ્ધ શરૂ થયાના દિવસથી ઈરાન દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. હોર્મુઝની ખાડીમાંથી વૈશ્વિક તેલપુરવઠાનો પાંચમો ભાગ પસાર થાય છે.

સ્વિસ બ્રૉડકાસ્ટર SRFના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ‘યુદ્ધના કારણે પુરવઠામાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે. ગલ્ફ પ્રદેશમાં વધારે ઉત્પાદન થતું નથી જેના કારણે એ આયાત પર ખૂબ નિર્ભર રહે છે. આ પ્રદેશમાં વપરાતો ૯૦ ટકાથી વધુ ખોરાક વિદેશથી મેળવવામાં આવે છે. હવાઈ માર્ગ બંધ હોવાથી ફ્રેશ ફૂડ અને શાકભાજીની આયાતને અસર પડી છે. જેબેલ અલી પોર્ટ પર હુમલો થયા બાદ પાંચમી માર્ચથી કામગીરી બંધ છે. દરિયાઈ માર્ગો, હવાઈ કાર્ગો અને બંદર માળખામાં જટિલ વિક્ષેપોએ અખાત ક્ષેત્રમાં ખાદ્યપુરવઠાને અસર કરી છે. જેમની શેલ્ફ-લાઇફ ટૂંકી છે એવાં તાજાં ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી પ્રોડક્ટ્સના પુરવઠાને અસર પડી છે. યુદ્ધની સીધી અસર દર્શાવે છે કે આગામી દિવસોમાં નાગરિક જીવન ખોરવાઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 12:28 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK