Earthquake in Pakistan: સોમવારે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૦૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે યુદ્ધવિરામની વાતો ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાનમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આજે બપોરે અહીં ભૂકંપ (Earthquake in Pakistan) આવ્યો છે અને પાકિસ્તાનની ધરા ધ્રુજી ઉઠી છે.
આજે સોમવારે ૧૨ મેના રોજ પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ માપવામાં આવી હતી. બે દિવસમાં, લગભગ એક જ જગ્યાએ લગભગ સમાન તીવ્રતાના ભૂકંપ આવ્યા છે. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
ADVERTISEMENT
પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ ભૂકંપીય સક્રિય દેશોમાંનો એક છે, જે અનેક મોટા ફોલ્ટ્સથી પસાર થાય છે. પરિણામે, પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવે છે અને તે વિનાશક હોય છે. પાકિસ્તાન ભૂસ્તરીય રીતે યુરેશિયન અને ભારતીય બંને ટેક્ટોનિક પ્લેટોને ઓવરલેપ કરે છે. બલુચિસ્તાન (Balochistan), સંઘીય પ્રશાસિત આદિવાસી વિસ્તારો (Federally Administered Tribal Areas), ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan) પ્રાંતો ઈરાની ઉચ્ચપ્રદેશ (Iranian Plateau) પર યુરેશિયન પ્લેટની દક્ષિણ ધાર પર આવેલા છે. દક્ષિણ એશિયામાં સિંધ (Sindh), પંજાબ (Punjab) અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર પ્રાંતો ભારતીય પ્લેટની ઉત્તરપશ્ચિમ ધાર પર આવેલા છે. તેથી, આ પ્રદેશ હિંસક ભૂકંપનો ભોગ બને છે, કારણ કે બે ટેક્ટોનિક પ્લેટો અથડાય છે.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (National Center of Seismology) અનુસાર, સોમવારે બપોરે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS મુજબ, ભૂકંપ ૧૦ કિમીની છીછરી ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે તે આફ્ટરશોક્સ માટે સંવેદનશીલ બન્યો હતો.
EQ of M: 4.6, On: 12/05/2025 13:26:32 IST, Lat: 29.12 N, Long: 67.26 E, Depth: 10 Km, Location: Pakistan.
— National Center for Seismology (@NCS_Earthquake) May 12, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/x6TpdHyX6U
સોમવારે ૧૨ મે ના રોજ ભારતીય સમય મુજબ બપોરે ૧.૨૬ વાગ્યે પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 29.12° ઉત્તર અને રેખાંશ 67.26° પૂર્વ હતું.
નોંધનીય છે કે, આ ભૂકંપ ૧૦ મે ના રોજ પાકિસ્તાનમાં સમાન સ્થળે આવેલા ભૂકંપના બે દિવસ પછી આવ્યો છે.
ભૂકંપ શા માટે આવે છે?
ભૂકંપ મુખ્યત્વે પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની ગતિને કારણે થાય છે. પૃથ્વીનો પોપડો ઘણી પ્લેટોમાં વહેંચાયેલો છે જે ધીમે ધીમે આગળ વધે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા એકબીજાની નીચે સરકે છે, ત્યારે દબાણ વધે છે, જે ભૂકંપના આંચકાના સ્વરૂપમાં બહાર આવે છે. વધુમાં, જમીનમાં તિરાડો પર સંચિત તણાવ પણ ભૂકંપનું કારણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં, જ્વાળામુખી ફાટી નીકળવાથી પણ ભૂકંપ આવી શકે છે, જેને `જ્વાળામુખી ભૂકંપ` કહેવામાં આવે છે. છીછરા ભૂકંપ (૭૦ કિ.મી.થી ઓછા ઊંડા) ઊંડા ભૂકંપો કરતાં સપાટીને વધુ નુકસાન પહોંચાડે છે. સપાટીથી માત્ર ૧૦ કિ.મી. નીચે, ભૂકંપના તરંગો ઓછા અંતરે મુસાફરી કરે છે, જે કેન્દ્રબિંદુની નજીક તીવ્ર ધ્રુજારી અને વિનાશ ઉત્પન્ન કરે છે.

