બે વર્ષની બેઉ બહેનો હિયાબ અને વુહબ્તો હવે સ્વસ્થ થઈ રહી છે અને તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવી છે
હવે આ બેઉ બહેનો સ્વસ્થ છે અને બેસી શકે છે
ઇથિયોપિયામાં જન્મેલી અને માથાથી જોડાયેલી ટ્વિન સિસ્ટર્સને આશરે પચીસ કલાકના જટિલ ઑપરેશન પછી અલગ કરવામાં આવી હતી. અમેરિકામાં મિઝૂરીના સેન્ટ લુઈની એક હૉસ્પિટલના ડૉક્ટરોએ બુધવારે આ જટિલ ઑપરેશન પાર પાડ્યું હતું. બે વર્ષની બેઉ બહેનો હિયાબ અને વુહબ્તો હવે સ્વસ્થ થઈ રહી છે અને તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવી છે.
માર્ચ ૨૦૨૫માં તેમને અમેરિકા લાવવામાં આવી હતી અને તેમના પર ફાઇનલ ઑપરેશન પહેલાં એક વર્ષમાં ૬ નાનાં-નાનાં ઑપરેશન પાર પાડવામાં આવ્યાં હતાં જેથી તેમને અલગ કરી શકાય. આશરે પચીસ લાખ બાળકોના જન્મ બાદ આવો એક કેસ જોવા મળતો હોય છે.
હવે આ બેઉ બહેનો સ્વસ્થ છે અને બેસી શકે છે. તેઓ જન્મી ત્યાર બાદ એકબીજાનું મોં જોઈ શકતી નહોતી પણ હવે તેઓ એકબીજાને જોઈ શકે છે.
