Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલના નવા નિયમ મુજબ ઍર ફ્રાન્સે ૩૧ મુસ્લિમ દેશોના ક્રૂ-મેમ્બર્સ પર પ્રતિબંધ મૂક્યો

ઇઝરાયલના નવા નિયમ મુજબ ઍર ફ્રાન્સે ૩૧ મુસ્લિમ દેશોના ક્રૂ-મેમ્બર્સ પર પ્રતિબંધ મૂક્યો

Published : 15 October, 2026 01:06 PM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજદ્વારી સંબંધો ન ધરાવતા પાકિસ્તાન અને ઈરાન સહિતના દેશોના નાગરિકો માટે ઇઝરાયલની ઍરસ્પેસમાં પ્રવેશ પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍર ફ્રાન્સે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે એ ઇઝરાયલ દ્વારા જાહેર કરાયેલા નવા કડક નિયમોનું એ પાલન કરી રહી છે. આ નવા નિયમ મુજબ પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા અને અલ્જીરિયા સહિત ૩૧ મુસ્લિમ દેશોના ફ્લાઇટ ક્રૂ-મેમ્બર્સને ઇઝરાયલ માટેની ફ્લાઇટમાં કામ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇઝરાયલ સરકારે પહેલી ઑક્ટોબરે તમામ વિદેશી ઍરલાઇન્સને સ્પષ્ટ સૂચના આપી હતી કે જે દેશો સાથે તેમના રાજદ્વારી સંબંધો નથી તેમના નાગરિકો અથવા બેવડી નાગરિકતા ધરાવતા લોકો ઇઝરાયલની ઍરસ્પેસમાં પ્રવેશ કરી શકશે નહીં. 
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલાં ઓમાનના એક કો-પાઇલટે flydubaiની ફ્લાઇટને હાઇજૅક કરીને ઇઝરાયલમાં ક્રૅશ કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ ભયાનક ઘટનામાં તેણે ભારતીય પાઇલટની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો જે હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચેક રિપબ્લિકની ઍરલાઇન સ્માર્ટવિંગ્સે પણ આ કડક નિર્દેશ મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. 

જોકે કેટલાક કાનૂની નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે ઍર ફ્રાન્સનો આ નિર્ણય ફ્રાન્સના ભેદભાવવિરોધી કાયદાનું સીધું ઉલ્લંઘન કરી રહ્યો છે. કાયદા મુજબ પોતાના કર્મચારીઓ સાથે માત્ર તેમની રાષ્ટ્રીયતાના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો એ ગુનો બને છે જેને કારણે ઍરલાઇનને ભવિષ્યમાં કાનૂની પડકારોનો પણ મોટો સામનો કરવો પડી શકે છે અને કર્મચારીઓ દ્વારા વળતરની માગણી થઈ શકે એમ છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 01:06 PM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK