Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વૉશિંગ્ટનમાં શી જિનપિંગનું ભવ્ય સ્વાગત, ડોનલ્ડ ટ્રમ્પ તમામ નિયમો નેવે મૂકીને પત્ની સાથે ઍરપોર્ટ પહોંચ્યા

વૉશિંગ્ટનમાં શી જિનપિંગનું ભવ્ય સ્વાગત, ડોનલ્ડ ટ્રમ્પ તમામ નિયમો નેવે મૂકીને પત્ની સાથે ઍરપોર્ટ પહોંચ્યા

Published : 25 September, 2026 02:21 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના રાષ્ટ્રપતિના આગમન સાથે જ બન્ને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ રોકવા બે મહિનાના કરાર લંબાવવામાં આવ્યા

ગઈ કાલે વાઇટ હાઉસની ઓવર ઑ‌ફિસમાં ડોનલ્ડ ટ્રમ્પ અને શી ‌જિન‌પિંગ તેમની પત્નીઓ સાથે.

ગઈ કાલે વાઇટ હાઉસની ઓવર ઑ‌ફિસમાં ડોનલ્ડ ટ્રમ્પ અને શી ‌જિન‌પિંગ તેમની પત્નીઓ સાથે.


ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથે એક મહત્ત્વની શિખર બેઠક માટે વાઇટ હાઉસ પહોંચ્યા હતા. જિનપિંગે પોતાના શરૂઆતના સંબોધનમાં ભવિષ્યના નિર્માણ માટે સંઘર્ષને બદલે દોડ (સ્પર્ધા) લગાવવા આહ‍્વાન કર્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે તેમનું ખૂબ જ ઉષ્માભેર અને ઐતિહાસિક સ્વાગત કર્યું હતું. કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે વાઇટ હાઉસના ફોયરમાં આયોજિત કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. 
ઍરપોર્ટ પર દુર્લભ સ્વાગત : ૧૧ વર્ષમાં પ્રથમ વખત અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિએ ઍરપોર્ટ પર જઈને વિદેશી નેતાનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પે પત્ની મેલૅનિયા સાથે જિનપિંગ અને તેમનાં પત્નીને આવકાર્યાં હતાં. 
AI પર મહત્ત્વની ચર્ચા : વાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત બાદ બન્ને નેતાઓએ સંઘર્ષ ટાળીને માનવવિકાસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ 
(AI)ના સુરક્ષિત સંચાલન પર મહત્ત્વની ચર્ચા કરી હતી. ઉપરાંત AI પર માનવીય નિયંત્રણ જળવાઈ રહે એ માટે પણ અમેરિકા સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી. 

શી જિનપિંગ શું બોલ્યા?
 રાષ્ટ્રપતિ ટ્રમ્પના આમંત્રણ પર બન્ને દેશો વચ્ચે મિત્રતા વધારવા અને લોકોની ભલાઈ માટે સહયોગનો વ્યાપ વધારવા અમેરિકા આવ્યો છું.
 ચીન અને અમેરિકા બે મોટા દેશ છે અને આપણે શાંતિથી સાથે રહેવું પડશે. જો આપણે સહકાર આપીશું તો બન્નેને ફાયદો થશે, પરંતુ ટકરાવમાં બન્ને પક્ષે મોટું નુકસાન જ થશે.
 બન્ને દેશોએ થ્યુસિડાઇડ્સ ટ્રૅપ (એવો સિદ્ધાંત જેમાં ઊભરતી મહાસત્તા અને પ્રસ્થાપિત સત્તા વચ્ચે યુદ્ધ નિશ્ચિત મનાય છે)માં ફસાવાથી બચવું પડશે.
 આપણે પ્રતિસ્પર્ધાથી ડરવાની જરૂર નથી પરંતુ એ સ્વસ્થ હોવી જોઈએ. આ એકબીજાથી આગળ નીકળવાની દોડ હોવી જોઈએ, નહીં કે કોઈને હરાવવાની કુસ્તી.
 બન્ને દેશોની સેનાઓએ સતત સંવાદ જાળવી રાખવો જોઈએ જેથી કટોકટીના સમયે વાતચીત અને નિયંત્રણની વ્યવસ્થા સુધારી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 02:21 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK