Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હૉન્ગકૉન્ગ અને સિંગાપોરમાં ભારતીય મસાલા પરના પ્રતિબંધ વિશે કેન્દ્ર સરકારે માગી વિગતો

હૉન્ગકૉન્ગ અને સિંગાપોરમાં ભારતીય મસાલા પરના પ્રતિબંધ વિશે કેન્દ્ર સરકારે માગી વિગતો

24 April, 2024 07:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિવાય સિંગાપોર અને હૉન્ગકૉન્ગના ફૂડ-રેગ્યુલેટરો પાસેથી પણ જાણકારી માગવામાં આવી છે.’

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુનિયામાં મસાલાના સૌથી મોટા ઉત્પાદક એવા ભારતે સિંગાપોર અને હૉન્ગકૉન્ગમાં બે ભારતીય કંપનીના મસાલા બ્રૅન્ડનાં કેટલાંક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના વિવાદ પર જાણકારી માગી છે. સરકારે આ બેઉ દેશોમાં મોજૂદ દૂતાવાસોને આ મામલે રિપોર્ટ મોકલવા કહ્યું છે. સિંગાપોર અને હૉન્ગકૉન્ગે ગુણવત્તાના ધોરણે ભારતીય કંપની MDH અને એવરેસ્ટનાં કુલ ચાર ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ મસાલામાં ઇથિલીન ઑક્સાઇડનું પ્રમાણ વધારે હોવાનું આ દેશોના ફૂડ-રેગ્યુલેટરોએ જણાવ્યું હતું. 

\વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સરકારે આ બે કંપની પાસેથી પણ રિપોર્ટ માગ્યો છે. ભારતીય મસાલાનાં ઉત્પાદનોને નકારવાના કારણનું મૂળ જાણવામાં આવશે અને એના આધારે આ પ્રકરણનો ઉકેલ લાવવામાં આવશે. આ કેસમાં ટે​​ક્નિકલ માહિતી, વિશ્લેષણાત્મક રિપોર્ટ, એક્સપોર્ટરોની જાણકારી પણ માગવામાં આવી છે. આ સિવાય સિંગાપોર અને હૉન્ગકૉન્ગના ફૂડ-રેગ્યુલેટરો પાસેથી પણ જાણકારી માગવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK