Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દીધી, કમર્શિયલ જહાજોને પસાર થવાની મંજૂરી; પણ અમેરિકાનો નાકાબંધી હટાવવાનો ઇનકાર

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દીધી, કમર્શિયલ જહાજોને પસાર થવાની મંજૂરી; પણ અમેરિકાનો નાકાબંધી હટાવવાનો ઇનકાર

Published : 18 April, 2026 09:30 AM | IST | Oman
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતાં જ ક્રૂડ ઑઇલ ૧૩ ટકા સસ્તું થયું

હોર્મુઝ સ્ટ્રેટ

હોર્મુઝ સ્ટ્રેટ


પશ્ચિમ એશિયામાં ૪૮ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ અને અનિશ્ચિતતા પછી ઈરાને જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ વ્યૂહાત્મક રીતે હવે કમર્શિયલ જહાજો માટે સંપૂર્ણપણે ખુલ્લી રહેશે અને એમને અવરજવરની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. લેબૅનનમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

જોકે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી છે પણ અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે. જ્યાં સુધી ઈરાન સાથે શાંતિકરાર પર સહમતી બનતી નથી ત્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે. અમને આશા છે કે સહમતી જલદી બની જશે, કારણ કે ઘણા મુદ્દે સહમતી બની ચૂકી છે.’



ઈરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાગચીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જણાવ્યું હતું કે ‘લેબૅનનમાં યુદ્ધવિરામ કરાર અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ તમામ કમર્શિયલ જહાજો માટે સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. આ નિર્ણય યુદ્ધવિરામ સમયગાળાના બાકીના સમયગાળા માટે અમલમાં રહેશે અને તમામ જહાજોને ઈરાનનાં બંદરો અને દરિયાઈ સંગઠન દ્વારા નક્કી કરાયેલા અગાઉ જાહેર કરાયેલા સંકલિત માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે.’ 


હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતાં જ ક્રૂડ ઑઇલ ૧૩ ટકા સસ્તું થયું, એક બૅરલનો ભાવ ૯૯.૩૯ ડૉલરથી ઘટીને ૮૬ ડૉલર થયો

ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને કમર્શિયલ જહાજો માટે પૂરી રીતે ખોલવાની જાહેરાત કર્યા પછી ક્રૂડ ઑઇલ ૧૩ ટકા સસ્તું થયું હતું. ૯ માર્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચતાં ભાવ ૧૨૦ ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચીને નીચે આવ્યો હતો. ૧૬ એપ્રિલે ક્રૂડ ઑઇલની કિંમત ૯૯.૩૯ ડૉલર પ્રતિ બૅરલ હતી. ગઈ કાલે તેલની અવરજવર માટેનો મુખ્ય હોર્મુઝ સ્ટ્રેટ ખૂલી જતાં ક્રૂડ ઑઇલના ભાવમાં ૧૩ ડૉલરનો ઘટાડો થઈને ભાવ ૮૬ ડૉલર પ્રતિ બૅરલ થઈ ગયો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 09:30 AM IST | Oman | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK