Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનની રાષ્ટ્રપતિ ઑફિસ અને ૫૦૦ વર્ષ જૂના ઐતિહાસિક મહેલ પર ઇઝરાયલે કર્યો હુમલો

ઈરાનની રાષ્ટ્રપતિ ઑફિસ અને ૫૦૦ વર્ષ જૂના ઐતિહાસિક મહેલ પર ઇઝરાયલે કર્યો હુમલો

Published : 04 March, 2026 10:43 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યાં ઈરાનના નવા સુપ્રીમ લીડરની પસંદગી થઈ રહી હતી એ ઍસેમ્બલી ઑફ એક્સપર્ટ્‍સનું બિલ્ડિંગ પણ ધ્વસ્ત

ધાર્મિક, રાજકીય અને મિલિટરીના દૃષ્ટિકોણથી મહત્ત્વનાં બિલ્ડિંગો પર હુમલો થયાની તસવીરો ઇઝરાયલ આર્મીએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

ધાર્મિક, રાજકીય અને મિલિટરીના દૃષ્ટિકોણથી મહત્ત્વનાં બિલ્ડિંગો પર હુમલો થયાની તસવીરો ઇઝરાયલ આર્મીએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.


ઇઝરાયલ સેનાનો દાવો છે કે તેમણે ઈરાની શાસનનું સેન્ટર ગણાતી પ્રેસિડન્ટની ઑફિસ પર હુમલો કર્યો છે. સોમવારે મોડી રાતે ઇઝરાયલી ઍર ફોર્સે સટિક કાર્યવાહી કરીને તેહરાનની વચ્ચે આવેલા લીડરશિપ કમ્પાઉન્ડ અને પ્રેસિડે​ન્શિયલ ઑફિસ પર હુમલો કરીને એને ખતમ કરી દીધાં હોવાનો દાવો કર્યો હતો. ઇઝરાયલ આર્મીનું કહેવું છે કે આ કમાન્ડ હેડક્વૉર્ટર ઈરાનની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક હતી. 

રાજકીય હેડક્વૉર્ટર ઉપરાંત ઇઝરાયલે ઐતિહાસિક ધરોહરને પણ તહસનહસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઈરાનના ઐતિહાસિક શહેર ઇસ્ફહાનમાં આવેલા ૫૦૦ વર્ષ જૂના ચેહેલ સુતૂન મહેલ પર ઇઝરાયલે હુમલો કર્યો હતો. આ મહેલ ફારસી સ્થાપત્યકલાનું ઉત્કૃષ્ટ ઉદહારણ અને યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ છે. ગઈ કાલે યુદ્ધના ચોથા દિવસે ઇઝરાયલે દેશની ઐતિહાસિક ધરોહર પર પ્રહાર કરીને એના કેટલાક હિસ્સાને ડૅમેજ કરી દીધો હતો. 



ઇઝરાયલે ઈરાનના કોમ શહેરમાં આવેલા ‘ઍસેમ્બલી ઑફ એક્સપર્ટ્‍સ’ નામના બિલ્ડિંગને પણ ડ્રોન્સના હુમલાથી કાટમાળમાં તબદીલ કરી નાખ્યું છે. આ એ જગ્યા છે જ્યાં આગામી સુપ્રીમ લીડરના ચયનની પ્રક્રિયા થવાની હતી. સ્ટ્રૅટેજિક રીતે આ ઈરાનની ધાર્મિક અને રાજનીતિક વ્યવસ્થા પર બહુ મોટો પ્રહાર છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ સોશ્યલ મીડિયા પર દાવો કર્યો હતો કે એમની વાયુસેનાએ ઈરાનના લીડરશિપ કમ્પાઉન્ડ પર હુમલો કર્યો છે. આ હુમલા વખતે નેતાઓ આ જગ્યાએ મોજૂદ હતા કે કેમ એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. 


ઈરાન પરના હુમલામાં પહેલા દિવસે અમેરિકાને ૭૧૬૮ કરોડ રૂપિયાનો ખર્ચ

અમેરિકાએ ઑપરેશન એપિક ફ્યુરીના પહેલા દિવસે ૭૭૯ મિલ્યન ડૉલર (આશરે ૭૧૬૮ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો હોવાની ચર્ચા છે. એક એજન્સીના  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ખર્ચ ૨૦૨૬ માટેના અમેરિકાના સમગ્ર સંરક્ષણ-બજેટના લગભગ ૦.૧ ટકા જેટલી રકમ છે. દરરોજ જેના પર આશરે ૧.૫ કરોડ ડૉલરનો ખર્ચ થાય છે એવી ઍરક્રાફ્ટ કૅરિયર્સ અબ્રાહમ લિંકન અને ગેરાલ્ડ આર. ફોર્ડનો પણ આ હુમલામાં ઉપયોગ થયો હતો.


અમેરિકાએ મોટા પાયે B-2 સ્ટેલ્થ બૉમ્બર્સ, F-22, F-35 અને F-16 ફાઇટર જેટ, A-10 અટૅક ઍરક્રાફ્ટ અને EA-18G ઇલેક્ટ્રૉનિક યુદ્ધ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. આ ઑપરેશનમાં MQ-૯ રિપર ડ્રોન, પરમાણુ-સંચાલિત ઍરક્રાફ્ટ કૅરિયર્સ, ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રૉયર્સ અને પેટ્રિયટ અને થાદ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 10:43 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK