વિરાટ કોહલી અને રોહિત શર્માના ડૅડ-ડ્યુટી સમયના ફોટો-વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ક્રિકેટની પિચ પર ધમાલ મચાવવા માટે જાણીતા ભારતના સ્ટાર ક્રિકેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માના ડૅડ-ડ્યુટી સમયના ફોટો-વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. લંડનના રસ્તા પાસેની ફુટપાથ પર દોડતા દીકરા અકાયને વિરાટ કોહલી સંભાળતો જોવા મળ્યો હતો. આ સમયે કિંગ કોહલીએ સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી. રોહિત શર્મા પોતાના દીકરા અહાન સાથે એક પાર્કમાં જોવા મળ્યો હતો. રોહિત શર્માનો પોતાના દીકરાને ખોળામાં બેસાડીને ટ્રેન-રાઇડ કરતો હોય એવો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.
