Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇટલીની સ્કૂલોમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ

ઇટલીની સ્કૂલોમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ

Published : 29 November, 2026 01:18 PM | IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્લાસમાં વિદેશી સ્ટુડન્ટ્સની સંખ્યા મર્યાદિત કરવામાં આવી.

સ્કૂલમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ

સ્કૂલમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ


ઇટલીમાં જ્યૉર્જિયા મેલોનીની સરકારે નવા શિક્ષણસુધારાઓને મંજૂરી આપી છે જે હેઠળ સ્કૂલોમાં ચહેરો ઢાંકવાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે સ્કૂલોમાં બુરખા અને નકાબ સહિત ચહેરો ઢાંકતાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને ૧૦૦૦ યુરો સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદા હેઠળ પ્રથમ વર્ષના ક્લાસમાં વિદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા પર ૩૦ ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જોકે જે સ્ટુડન્ટ્સને ઇટાલિયન ભાષાનું સારું જ્ઞાન છે તેમને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. વિપક્ષી પક્ષોએ ભેદભાવ અને ધાર્મિક સ્વતંત્રતા વિશે ચિંતા વ્યક્ત કરીને આ નવા કાયદાની ટીકા કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 01:18 PM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK