Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની સ્થિતિ નાજુક, ગમે ત્યારે મોતની શક્યતા

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની સ્થિતિ નાજુક, ગમે ત્યારે મોતની શક્યતા

Published : 08 August, 2026 10:35 AM | IST | Tehran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે તેમની સાથે સંપર્ક કરવાનું મુશ્કેલ બની ગયું છે

મોજતબા ખામેનેઈ

મોજતબા ખામેનેઈ


ઈરાનના સર્વોચ્ચ સુપ્રીમ લીડર તરીકે પદ સંભાળ્યા બાદ ૫૬ વર્ષના મોજતબા ખામેનેઈ હજી સુધી એક પણ વાર જાહેરમાં આવ્યા નથી. ૨૮ ફેબ્રુઆરીએ તેમના પિતા અલી ખામેનેઈના નિવાસસ્થાન પર થયેલા અમેરિકાના અટૅક બાદ કૅબિનેટના કોઈ પણ પ્રધાને તેમની સાથે મુલાકાત કરી નથી. પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાનની કૅબિનેટનાં સૂત્રોના જણાવ્યા મુજબ ખામેનેઈની શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર છે અને ઈરાનનાં શાસક વર્તુળોમાં તેમની તબિયત વિશે અટકળો ચાલી રહી છે.  

પ્રમુખ પેઝેશ્કિયાને સરકારી વિડિયો-પ્રસારણમાં સંકેત આપતાં જણાવ્યું હતું કે નવા સુપ્રીમ લીડર સાથે સીધો સંપર્ક સાધવો હાલના તબક્કે અત્યંત મુશ્કેલ બની ગયો છે. વિદેશી મીડિયા-રિપોર્ટ્સ અનુસાર અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમની સર્જરી કરવી પડી હતી, જેને કારણે તેઓ બોલવા માટે અસમર્થ બન્યા છે.  
ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC) સાથે જોડાયેલા મોજતબા ખામેનેઈના લોકેશન વિશે સરકારે મૌન સેવ્યું છે. બીજી તરફ ઈરાની તંત્રે વિરોધાભાસી નિવેદન આપીને તેમની તબિયત સામાન્ય હોવાનો દાવો કર્યો છે. છતાં પણ તેમનો તાજેતરનો કોઈ વિડિયો કે ઑડિયો સંદેશ જાહેર ન કરાતાં રહસ્ય ઘેરું બન્યું છે. દેશના રાજકીય ભવિષ્ય માટે આ પરિસ્થિતિ અત્યંત મહત્ત્વની ગણાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 10:35 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK