Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનાં રૂબલ નાગીને મળ્યું ૯ કરોડ રૂપિયાનું ગ્લોબલ ટીચર પ્રાઇઝ

મુંબઈનાં રૂબલ નાગીને મળ્યું ૯ કરોડ રૂપિયાનું ગ્લોબલ ટીચર પ્રાઇઝ

Published : 07 February, 2026 07:47 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશની ઝૂંપડપટ્ટીનાં લાખો બાળકોનાં શિક્ષિકા છે, ઇન્ટરૅક્ટિવ એજ્યુકેશનલ પેઇન્ટિંગ દ્વારા દીવાલને અનોખા ક્લાસરૂમમાં ફેરવી નાખે છે

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમે રૂબલ નાગીને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 આપ્યું હતું.

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમે રૂબલ નાગીને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 આપ્યું હતું.


દુબઈમાં યોજાયેલી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભારતીય ટીચર રૂબલ નાગીને ગ્લોબલ ટીચર પ્રાઇઝ ૨૦૨૬ મળ્યું છે. GEMS એજ્યુકેશન દ્વારા તેમને એક મિલ્યન ડૉલરનું એટલે કે ૯ કરોડ રૂપિયાનું પ્રાઇઝ આપવામાં આવ્યું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમે રૂબલ નાગીને ગ્લોબલ ટીચર પ્રાઇઝ આપ્યું હતું.

૧૩૯ દેશોમાંથી ૫૦૦૦થી વધુ અરજીઓ આવી હતી. એમાંથી ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવતાં રૂબલ નાગીની પસંદગી કરવામાં આવી હતી.



અવૉર્ડ સ્વીકાર્યા પછી રૂબલ નાગી ભાવુક થઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘આ પ્રાઇઝ ૨૪ વર્ષની મહેનતનું પરિણામ છે. મારું એકમાત્ર ધ્યેય દરરોજ સવારે ઊઠીને ભારતના સૌથી દૂરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને બાળકોને શીખવવાનું અને શીખવાનું હતું. બાળકોના શિક્ષણમાં ક્યારેય વિક્ષેપ ન આવવો જોઈએ. ભારતના દરેક બાળકને સ્કૂલમાં જતું જોવું એ મારું સપનું છે.’


રૂબલ નાગીએ ‘મિસાલ ઇન્ડિયા’ નામનો સેલ્ફ-હેલ્પ પ્રોગ્રામ બનાવ્યો છે જે ૧૦૦થી વધુ ઝૂંપડપટ્ટીઓ અને ગામડાંઓમાં ૧૦ લાખથી વધુ બાળકોને ઓછા ખર્ચે, આર્ટ-બેઝ્ડ શિક્ષણ પૂરું પાડે છે. સાથે બાળકોને વ્યાવસાયિક તાલીમની માહિતી પૂરી પાડે છે. તેમણે ‘મિસાલ મુંબઈ’ નામનો પ્રોગ્રામ પણ બનાવ્યો છે. ધારાવીની ઝૂંપડપટ્ટીની સુધારણાની પહેલના ભાગરૂપે ૧,૫૫,૦૦૦થી વધુ ઘરોને રંગવામાં આવ્યાં હતાં તથા સ્વચ્છતા અને પીવાના પાણીની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો હતો.

રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન દ્વારા દીવાલો પર ઇન્ટરૅક્ટિવ એજ્યુકેશનલ પેઇન્ટિંગ કરવાના તેમના પ્રયાસો બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પેઇન્ટિંગ્સ દ્વારા તેઓ દીવાલને એક ક્લાસરૂમમાં ફેરવી નાખે છે. રૂબલ નાગીએ ૬૦૦થી વધુ શિક્ષકો અને સ્વયંસેવકોની ભરતી કરી છે અને તાલીમ આપી છે જેઓ બાળકોની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે અને એક સ્કેલેબલ મૉડલ બનાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 07:47 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK