જ્યાં સુધી તેઓ એમ નહીં કરે ત્યાં સુધી આ ડીલ આગળ નહીં વધી શકે.’ મસ્કને શંકા છે કે ટ્વિટર પર ઓછામાં ઓછા ૨૦ ટકા અકાઉન્ટ્સ સ્પૅમ બોટ્સ કે ફેક છે.
					 
					
એલન મસ્ક
ટ્વિટર પર સ્પૅમ બોટ્સની સંખ્યાના વિવાદની ઇલોન મસ્કની ટ્વિટરને ટેકઓવર કરવાની ડીલ પર અસર થઈ શકે છે. મસ્કે ગઈ કાલે જણાવ્યું હતું કે જ્યાં સુધી ટ્વિટરના કુલ યુઝર્સમાં સ્પૅમ બોટ્સ અકાઉન્ટ્સ પાંચ ટકા કરતાં પણ ઓછા હોવાનું પ્રૂફ ટ્વિટર ન આપે ત્યાં સુધી તેમની ૪૪ અબજ ડૉલર (૩૪૧૨.૬૬ અબજ રૂપિયા)ની ઑફર પર આગળ નહીં વધાય. 
મસ્કે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘મારી ઑફર અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનમાં ટ્વિટર દ્વારા આપવામાં આવેલી વિગતો બિલકુલ સાચી હોય એના પર આધારિત છે. ટ્વિટરના સીઈઓએ સ્પૅમ અકાઉન્ટ્સ પાંચ ટકાથી ઓછા હોવાનું પ્રૂફ આપવાનો જાહેરમાં ઇનકાર કર્યો છે. જ્યાં સુધી તેઓ એમ નહીં કરે ત્યાં સુધી આ ડીલ આગળ નહીં વધી શકે.’ મસ્કને શંકા છે કે ટ્વિટર પર ઓછામાં ઓછા ૨૦ ટકા અકાઉન્ટ્સ સ્પૅમ બોટ્સ કે ફેક છે. 
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	