હિરોઇન સિમર ભાટિયાને માત્ર પાંચ લાખ રૂપિયા
‘ઇક્કીસ’નું પોસ્ટર
અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાની ફિલ્મ ‘ઇક્કીસ’ પહેલી જાન્યુઆરીએ રિલીઝ થવા તૈયાર છે. ડિરેક્ટર શ્રીરામ રાઘવનની આ ફિલ્મમાં અગસ્ત્ય સાથે દિવંગત ઍક્ટર ધર્મેન્દ્ર, જયદીપ અહલાવત અને સિમર ભાટિયા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. હવે આ ફિલ્મની રિલીઝ પહેલાં કલાકારોની ફી અંગે માહિતી જાહેર થઈ છે.
ફિલ્મમાં અગસ્ત્ય સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને રિપોર્ટ પ્રમાણે તેને આ રોલ માટે ૭૦ લાખ રૂપિયા ફી તરીકે મળ્યા છે. આ સિવાય ફિલ્મમાં કામ કરવા માટે જયદીપ અહલાવતને ૫૦ લાખ રૂપિયા, દિવંગત ધર્મેન્દ્રને ૨૦ લાખ રૂપિયા તેમ જ ડેબ્યુ કરનાર નવોદિત હિરોઇન સિમર ભાટિયાને પાંચ લાખ રૂપિયા ફી આપવામાં આવી છે.


