Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકમાં MVA સાથે મળીને ચૂંટણી લડશે, ઉદ્ધવ ઠાકરે MNSને પોતાના ક્વોટામાંથી સીટો આપશે

નાશિકમાં MVA સાથે મળીને ચૂંટણી લડશે, ઉદ્ધવ ઠાકરે MNSને પોતાના ક્વોટામાંથી સીટો આપશે

Published : 30 December, 2025 07:33 AM | Modified : 30 December, 2025 08:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવાર અને એકનાથ શિંદે યુતિમાં લડવાની તૈયારીમાં છે તો BJP એકલી મેદાનમાં ઝંપલાવવાના મૂડમાં

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે


નાશિકમાં મહાવિકાસ આઘાડી (MVA)ના સાથીપક્ષો સહમતી સાધવામાં સફળ થયા હોવાના અહેવાલ મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT), શરદ પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને કૉન્ગ્રેસ બધા એકસાથે ચૂંટણી મેદાનમાં ઊતરવા જઈ રહ્યાં છે. MVAના નેતાઓએ એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને આ માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે મતવિભાજન ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલો એવા પણ મળ્યા છે કે મહાયુતિમાં અજિત પવારની NCP અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના નાશિકમાં સાથે મળીને ચૂંટણી લડશે, જ્યારે મહાયુતિની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના દમ પર ચૂંટણી લડવા ઊતરી શકે છે. MVAના નેતાએ એવી જાણકારી પણ આપી હતી કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સૌથી વધુ સીટો પર ચૂંટણી લડશે. શિવસેના (UBT) અહીં બિગ બ્રધરની ભૂમિકા નિભાવશે અને MNSને તે પોતાના ક્વોટામાંથી બેઠકો આપશે.



શિવસેના (UBT) ૭૬ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી


વૉર્ડ ૧ – ફોરમ પરમાર, વૉર્ડ ૨ – ધનશ્રી કોલગે, વૉર્ડ ૩ – રોશની ગાયકવાડ, વૉર્ડ ૪ – રાજુ મુલ્લા, વૉર્ડ ૫ – સુજાતા પાટેકર, વૉર્ડ ૯ – સંજય ભોસલે, વૉર્ડ ૧૨ – સારિકા ઝોરે, વૉર્ડ ૧૬ – સ્વાતિ બોરકર, વૉર્ડ ૨૫ – માધુરી ભોઇર, વૉર્ડ ૨૬ – ધર્મેન્દ્ર કાળે, વૉર્ડ ૨૯ – સચિન પાટીલ, વૉર્ડ ૪૦ – સુહાસ વાડકર, વૉર્ડ ૪૭ – શંકર ગુરવ, વૉર્ડ ૪૯ – સંગીતા સુતાર, વૉર્ડ ૫૪ – અંકિત પ્રભુ, વૉર્ડ ૫૭ – રોહન શિંદે, વૉર્ડ ૫૯ – શૈલેશ ફણસે, વૉર્ડ ૬૦ – મેઘના વિશાલ કાકડે માને, વૉર્ડ ૬૧ – સેજલ દયાનંદ સાવંત, વૉર્ડ ૬૨ – ઝીશાન ચંગેઝ મુલતાની, વૉર્ડ ૬૩ – દેવેન્દ્ર (બાળા) આંબેરકર, વૉર્ડ ૬૪ – સબા હારૂન ખાન, વૉર્ડ ૬૫ – પ્રસાદ આયરે, વૉર્ડ ૭૫ – પ્રમોદ સાવંત, વૉર્ડ ૮૭ – પૂજા મહાડેશ્વર, વૉર્ડ ૮૯ – ગીતેશ રાઉત, વૉર્ડ ૯૩ – રોહિણી કાંબળે, વૉર્ડ ૯૫ – હરિ શાસ્ત્રી, વૉર્ડ ૧૦૦ – સાધના વરસ્કર, વૉર્ડ ૧૦૫ – અર્ચના ચૌરે, વૉર્ડ ૧૧૧ – દીપક સાવંત, વૉર્ડ ૧૧૭ – શ્વેતા પાવસકર, વૉર્ડ ૧૧૮ – સુનીતા જાધવ, વૉર્ડ ૧૨૦ – વિશ્વાસ શિંદે, વૉર્ડ ૧૨૩ – સુનીલ મોરે, વૉર્ડ ૧૨૪ – સકીના શેખ, વૉર્ડ ૧૨૫ – સતીશ પવાર, વૉર્ડ ૧૨૬ – શિલ્પા ભોસલે, વૉર્ડ ૧૨૭ – સ્વરૂપા પાટીલ, વૉર્ડ ૧૩૦ – આનંદ કોઠાવદે, વૉર્ડ ૧૩૨ – ક્રાન્તિ મોહિતે, વૉર્ડ ૧૩૪ – સકીના બાનુ, વૉર્ડ ૧૩૫ – સમીક્ષા સાકરે, વૉર્ડ ૧૩૭ – મહાદેવ આંબેકર, વૉર્ડ ૧૩૮ – અર્જુન શિંદે, વૉર્ડ ૧૪૧ – વિઠ્ઠલ લોકરે, વૉર્ડ ૧૪૨ – સુનંદા લોકરે, વૉર્ડ ૧૪૪ – નિમિષ ભોસલે, વૉર્ડ ૧૪૮ – પ્રમોદ શિંદે, વૉર્ડ ૧૫૦ – સુપ્રદા ફાતર્ફેકર, વૉર્ડ ૧૫૩ – મીનાક્ષી પાટણકર, વૉર્ડ ૧૫૫ – સ્નેહલ શિવકર, વૉર્ડ ૧૫૬ – સંજના સંતોષ કાસળે, વૉર્ડ ૧૬૦ – રાજેન્દ્ર પાખરે, વૉર્ડ ૧૬૪ – સાંઈનાથ સાધુ કટકે, વૉર્ડ ૧૬૭ – સુવર્ણા મોરે, વૉર્ડ ૧૬૮ – સુધીર ખાટુ, વૉર્ડ ૧૮૨ – મિલિન્દ વૈદ્ય, વૉર્ડ ૧૮૪ – વર્ષા વસંત નકાશે, વૉર્ડ ૧૮૫ – ટી. એમ. જગદીશ, વૉર્ડ ૧૮૭ – જોસેફ કોળી, વૉર્ડ ૧૮૯ – હર્ષલા મોરે, વૉર્ડ ૧૯૦ – વૈશાલી પાટીલ, વૉર્ડ ૧૯૧ – વિશાખા રાઉત, વૉર્ડ ૨૦૦ – ઊર્મિલા પાંચાળ, વૉર્ડ ૨૦૬ – સચિન પડવળ, વૉર્ડ ૨૦૮ – રમાકાંત રહાટે, વૉર્ડ ૨૧૦ – સોનમ જામસૂતકર, વૉર્ડ ૨૧૩ – શ્રદ્ધા સર્વે, વૉર્ડ ૨૧૫ – કિરણ બાલસરાફ, વૉર્ડ ૨૧૮ – ગીતા અહિરેકર, વૉર્ડ ૨૨૦ – સંપદા મયેકર, વૉર્ડ ૨૨૨ – સંપત ઠાકુર, વૉર્ડ ૨૨૫ – અજિંક્ય ધાત્રક, વૉર્ડ ૨૨૭ – રેહાના ગફુર શેખ

 


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK